
ઈરાને પુનરોચ્ચાર કર્યો હતો કે જ્યાં સુધી તેની સાત શરતો પૂરી ન થાય ત્યાં સુધી તે સંઘર્ષનો અંત લાવવા માટે અમેરિકા સાથે વાટાઘાટો કરશે નહીં. જાકે, તેણે તે સાત શરતો શું હશે તે અંગે વિસ્તૃત માહિતી આપી ન હતી. ઈરાને એમ પણ કહ્યું હતું કે યુએસ હવાઈ સંરક્ષણ હોવા છતાં, હોર્મુઝ સ્ટ્રેટમાં ત્રણ તેલ ટેન્કર દરિયાઈ ખાણોથી અથડાઈ ગયા હતા અને આગ લાગી હતી. દરમિયાન, સ્થાનિક અધિકારીઓએ અહેવાલ આપ્યો હતો કે ગાઝામાં ઇઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા નવ પેલેÂસ્ટનિયન માર્યા ગયા હતા.
ઈરાનના રાજ્ય ટેલિવિઝન અનુસાર, ઈરાનના મુખ્ય વાટાઘાટકાર અને સંસદના અધ્યક્ષ, મોહમ્મદ બાઘર ગાલિબાફે જણાવ્યું હતું કે જ્યાં સુધી ઈરાનની સાત શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તેહરાન અમેરિકા સાથે વાટાઘાટો કરશે નહીં. જાકે અધિકારીઓએ જાહેરમાં જણાવ્યું નથી કે તે સાત શરતો શું છે, ઈરાનના રાજ્ય મીડિયા કહે છે કે આ શરતોમાં પ્રતિબંધો હટાવવા, ઈરાની બંદરો પર યુએસ નૌકાદળ નાકાબંધીનો અંત લાવવા અને જપ્ત કરાયેલી ઈરાની સંપત્તિને મુક્ત કરવાનો સમાવેશ થાય છે.
ગાલિબાફે ચેતવણી પણ આપી હતી કે “જા દુશ્મન ભૂલ કરશે, તો ઈરાન આ સંઘર્ષનો ભૌગોલિક ક્ષેત્ર બદલી નાખશે.” ઈરાન કહે છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં લેન્ડમાઈનનો ભોગ બન્યા બાદ ત્રણ તેલ ટેન્કરોમાં આગ લાગી ગઈ હતી. રિવોલ્યુશનરી ગાર્ડની નૌકાદળ પાંખે સોમવારે એક ટેલિગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું કે યુએસ હવાઈ સંરક્ષણ હોવા છતાં લેન્ડમાઈનનો ભોગ બન્યા બાદ ટેન્કરો “આગમાં લપેટાઈ ગયા” હતા.
આ દરમિયાન, ગાઝા અધિકારીઓએ અહેવાલ આપ્યો કે સોમવારે રાત્રે અને મંગળવારે સવારે ચાર ઇઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા. તેમણે જણાવ્યું હતું કે માર્યા ગયેલા લોકોમાં હમાસ સંચાલિત સરકારના ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીનો પણ સમાવેશ થાય છે. દરમિયાન, યમનમાં ઈરાન સમર્થિત હુતી બળવાખોરો સામે લડી રહેલા સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના ગઠબંધને મંગળવારે અહેવાલ આપ્યો હતો કે સાઉદી રાજધાની રિયાધના નાણાકીય જિલ્લામાં એક ટાવર પર “આતંકવાદી હુમલો” થયો છે.
તાજેતરમાં, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ બહેરીનમાં યુએસ પ્રારંભિક ચેતવણી રડાર સિસ્ટમનો નાશ કરવાનો દાવો કર્યો હતો. આઇઆરજીસીએ આને અમેરિકા માટે ગંભીર ચેતવણી ગણાવી હતી. તેમણે એવી પણ ધમકી આપી હતી કે જા અમેરિકા ફરીથી ઈરાન પર હુમલો કરશે અથવા તેની સરહદોનું ઉલ્લંઘન કરશે, તો પહેલા કરતાં વધુ મજબૂત જવાબ આપવામાં આવશે.