રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે એકસાથે બે મહત્વપૂર્ણ બદલીના આદૃેશો જાહેર કર્યા છે. મામલતદાર વર્ગ-૨ સંવર્ગના ૮૬ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જ્યારે ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ-૧ના ૮ અધિકારીઓની પણ બદલી અને નવી જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત ૩ નાયબ મામલતદારોને બઢતી આપીને મામલતદાર તરીકે નિમણૂક અપાઈ છે.
મહેસૂલ વિભાગ દ્વારા આજે ૨૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવેલા આદૃેશ મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા મામલતદૃારોની વહીવટી કારણોસર બદૃલી કરવામાં આવી છે. આ બદૃલીઓમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મહેસાણા, પાટણ, કચ્છ, બનાસકાંઠા, અમરેલી, જૂનાગઢ સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
બદલીના આદૃેશમાં અનેક અધિકારીઓને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં..
મહેસાણાના બેચરાજીના મામલતદૃાર રાજેશકુમાર કાંદૃુવાલાની અરવલ્લી કલેક્ટર કચેરીમાં નિમણૂક
અરવલ્લી કલેક્ટર કચેરીનાં મીનલબેન પટેલની અમદાવાદ શહેર પૂર્વ વિસ્તારમાં બદલી.
અમદાવાદ શહેર પૂર્વના જિતેન્દ્રકુમાર દૃેસાઈની સુરતના કામરેજમાં નિમણૂક
મહેસાણાના પટડી-દસાડાના એચ.એમ. અમીનની બેચરાજીમાં બદલી.
રાજકોટના જેતપુર શહેરના મહેશકુમાર બી. પાટોલિયાની દૃેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં નિમણૂક
દાહોદના ઝાલોદના વનરાજિંસહ બારિયાની મહીસાગરના વિરપુરમાં બદૃલી
કચ્છના મુંદ્રાનાં કલ્પનાબેન ગોંડિયાની મોરબીના ટંકારામાં નિમણૂક
ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ના ૮ અધિકારીઓને પણ નવી જગ્યાએ જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં વંદના એચ. પરમારને જીએલપીસી ગાંધીનગરમાં આસિસ્ટન્ટ મેનેિંજગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરાયાં છે. હિરલબેન ભાલાળાને સુરતના જમીન સંપાદન યુનિટ-૨માં સ્પેશિયલ ડ્યુટી ઓફિસર તરીકે જવાબદારી અપાઈ છે.
પાર્થ એચ. તલસાણિયાને વડોદરામાં સ્ટેમ્પ ડ્યૂટી ડિવિઝન-૧માં, એચ.એન. રાવલને મહેસાણા કલેક્ટર કચેરીમાં એસએલએઓ યુનિટ-૧માં અને હંસરાજિંસહ ગોહિલને મોરબીમાં નાયબ કલેક્ટર-૨ તરીકે નિમણૂક અપાઈ છે. નીલક્ષ એચ. મકવાણાને છોટાઉદૃેપુરમાં નાયબ કલેક્ટર-૧, મૃણાલદૃેવી ગોહિલને ગાંધીનગરમાં નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યૂટી) અને હર્ષદિપ કે. આચાર્યને જામનગર શહેરમાં પ્રાંત અધિકારી તરીકે નવી જવાબદૃારી સોંપવામાં આવી છે.
મહેસૂલ વિભાગે ત્રણ નાયબ મામલતદૃારોને બઢતી આપીને મામલતદાર તરીકે નિમણૂક પણ આપી છે. જેમાં નિલેશ એ. ખરાડીને મહેસાણાના વડનગર, અર્પણ એસ. ચાવડાને સાબરકાંઠા કલેક્ટર કચેરી અને નરેન્દ્ર એન. ચૌધરીને છોટાઉદૃેપુરના નસવાડી ખાતે મામલતદૃાર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.આમ, મહેસૂલ વિભાગના એકસાથે જાહેર થયેલા આદૃેશોથી રાજ્યના વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફાર થયો છે. વિવિધ જિલ્લાઓમાં મહેસૂલ અને જમીન સંપાદૃન સંબંધિત કામગીરીની જવાબદારીઓમાં પણ ફેરફાર થયો છે.