વેકેશન બાદ સ્કૂલે જતી ૫ વર્ષની બાળકીનું અકસ્માતમાં મોત, એસજી હાઈવે પર કાર પલટતાં ચાલકે જીવ ગુમાવ્યો

અમદાવાદમાં આજે (૨૬ નવેમ્બર) સવારે બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં બે લોકોનાં મોત થયાં છે. ચાંદલોડિયા ગરનાળા પાસે પિતા સાથે બાઈક પર સ્કૂલે જઈ રહેલી ૫ વર્ષની બાળકીનું ટ્રકની અડફેટે મોત થયું હતું. જ્યારે જીય્ હાઈવે પર સોલા બ્રિજ પરથી પસાર થતી ૧૦ કાર પલટી જતાં ચાલકનું મોત થયું હતું. બંને અકસ્માતને પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

રાણીપ અને ચાંદલોડિયાને જોડતા રેલવે ગરનાળા પાસે સવારે ૫ વર્ષીય નેહલ પટેલ તેના પિતા સાથે બાઈક પર નીલકંઠ સ્કૂલમાં જઈ રહી હતી. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલા ટ્રકે બાઈકને ટક્કર મારતાં પિતા-પુત્રી રસ્તા પર પટકાયાં હતાં. ત્યારબાદ ટ્રકની અડફેટે આવતાં બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ અકસ્માતમાં બાળકીના પિતાને ખભા પર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત પિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

અકસ્માત બાદ સ્થાનિક લોકોએ ટ્રકચાલકને પકડીને પોલીસને સોંપ્યો હતો. પોલીસે ઘટનાસ્થળની આસપાસના ઝ્રઝ્ર્‌ફ ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. હાલ ટ્રકચાલકની અટકાયત કરવામાં આવી છે. આ મામલે છ ટ્રાફિક ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

અમદાવાદના એસજી હાઈવે પર સોલા બ્રિજ પરથી પસાર થઈ રહેલી આઇ૧૦ કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે કાર પલટી ખાઈ ગઈ હતી. કારમાં કુલ ચાર મિત્રો સવાર હતા. અકસ્માતમાં ગંભીર ઈજાઓને કારણે કારચાલકનું મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ મિત્રોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આમ, અમદાવાદમાં એક જ સવારે બનેલા બે માર્ગ અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે.