કિશોરી ફળિયામાં આગની ઘટનામાં અંદાજે રૂ.૩૦ હજારથી વધુનું નુકસાન થયાનું અનુમાન.
દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના પાટવેલ ગામના કિશોરી ફળિયામાં કિશોરી શાંતિભાઈ ખેડૂતનો સૂકો ઘાસચારો આગની ઘટનામાં બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનામાં અંદાજે રૂ.૩૦ હજારથી વધુની કિંમતનો ઘાસચારો બળીને નાશ થયો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક અનુમાન મુજબ ફટાકડાના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
ખેડૂતનો ઘાસચારો આગમાં બળીને નાશ થતાં ખેડૂતને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને ખેડૂત આર્થિક સંકટમાં મુકાયો છે.
લોકોની માંગ: ગરીબ પરિવારની આ વિકટ પરિસ્થિતિને ધ્યાને લઈ, ગ્રામ પંચાયત અને સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરવામાં આવે અને નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.
હવે જોવાનું એ રહ્યું કે, સબંધિત તંત્ર આ મામલે તાત્કાલિક તપાસ કરી ગરીબ પરિવારને ન્યાય અપાવે છે કે કેમ?