ગોધરા હરીજનવાસ ચમન મસ્જીદ પાસે ફરક આંકનો જુગાર રમતા ૪ ઈસમોને પોલીસે ઝડપ્યા

ગોધરા હરીજનવાસ ચમન મસ્જીદની સામે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ફરક આંકનો જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ચાર આરોપીઓને રોકડા રૂ.૧૦,૧૨૦/- તથા મોબાઈલ ફોન-૨ મળી રૂ,૨૦,૧૨૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

ગોધરા હરીજનવાસ ચમન મસ્જીદની સામે ખુલ્લી જગ્યામાં આરોપીઓ વરલી મટકાનો જુગાર રમાડતા હોય તે સ્થળે ગોધરા બી ડીવીઝન પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન રાભાઈ ઉર્ફે તીરથદાસ, આરીફખાન ઐ્યુબખાન પઠાણ, કમલેશ મનુભાઈ ત્રિવેદી, અજય ગોરધનભાઈ હરીજનને ઝડપી પાડવામાં આવ્યા હતા અને રૂ.૧૦,૧૨૦/- રોકડ, મોબાઈલ ફોન નંગ-૨ મળી કુલ રૂ.૨૦,૧૨૦/-નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.