બોડેલી રેલ્વે ફાટક પર ૫૦ કરોડથી વધુ ખર્ચે ઓવરબ્રીજનું કામ કરાયું

બોડેલી રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાનું કામ શરૂ થયું છે. છથી સાત વર્ષ પહેલાં જાહેર થયેલી આ યોજના પર ૫૦ કરોડ ‚પિયાથી વધુ ખર્ચ થશે.

ટ્રેન પસાર થાય ત્યારે રેલવે ફાટક વારંવાર બંધ કરવામાં આવે છે. ફાટક ખૂલે ત્યાં સુધી વાહનચાલકો અને નગરજનોને પાંચથી દસ મિનિટ કે તેથી વધુ રાહ જોવી પડે છે.

વ્યસ્ત સમયે ફાટક બંધ થતાં વાહનોની લાંબી કતારો લાગે છે. તેના કારણે લોકોનો સમય બગડે છે અને તેમને મુશ્કેલી પડે છે. ઓવરબ્રિજનું કામ પૂ‚ં થયા પછી ફાટક બંધ હોય ત્યારે પણ વાહનચાલકો અવરજવર કરી શકશે. તેનાથી શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટવાની આશા છે.