
વેજલપુર, વેજલપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ.એલ. કામોળ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ઝાલોદ થી ધરમપુર જતી બસમાં ત્રણ મહિલાઓ પોતાના શરીરે ઈંગ્લીશ દારૂ સંતાડીને વડોદરા લઈ જનાર છે તે બસ સાંજના પાંચેક વાગે વેજલપુર બસ સ્ટેશનમાં આવનાર છે તેવી ચોક્કસ બાતમીના આધારે તે જગ્યા ઉપર સર્વેલન્સ સ્કોર્ડના માણસો સાથે વેજલપુર બસ સ્ટેશનમાં વોચ રાખી પંચો સાથે રાખી એસ.ટી.બસની રાહ જોઈ રહ્યા હતા તે દરમિયાન તે એસ.ટી. બસ વેજલપુર બસ સ્ટેશનમાં આવતા બસ સ્ટેશનમાં ઉભી રહેતા જે બસમાં પંચો રૂબરૂ તપાસ કરતા ત્રણ મહિલાઓ એક સાથે બેઠેલ હોય તેઓને બસ માંથી નીચે ઉતારીને પોલીસ સ્ટેશન ખાતે લાવી મહિલા પોલીસ દ્વારા તપાસ કરાવતા ત્રણે મહિલાઓ તેમના શરીર ઉપર સંતાડીને રાખેલ રોયલ સિલેક્ટ ડીલક્ષ વહીસ્કીના 180 મી.લીના પ્લાસ્ટિકના કોવટરીયા નંગ-275 જેની કિંમત રૂપિયા 27,500નો મુદ્દામાલ મળી આવતા પ્રોહી પ્રતિબંધક એરિયામાં ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂના જથ્થાનું વહન કરતા પકડાઈ જતા તે ત્રણે મહિલાઓ વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા પ્રોહિબીશન એકટ મુજબ ગુન્હો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.