પંચમહાલ સાંસદના અધ્યક્ષ સ્થાને યોજાયેલી દિશા સમિતિની બેઠક યોજાઈ

દિશા સમિતિની બેઠકમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરાઈ.

કલેક્ટર કચેરી ખાતે જીલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા DISHA)ની બેઠક લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

બેઠક દરમિયાન કેન્દ્ર સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણ અને પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (MPLADS), પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY), રાષ્ટ્રીય સામાજીક સહાય કાર્યક્રમ (NSAP), પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY), સ્વચ્છ ભારત મિશન SBM અટલ મિશન ફોર રિજુવનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (AMRUT), ખેલો ઇન્ડિયા, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (RKVY) સહિત વિવિધ ક્ષેત્રોની યોજનાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

આ ઉપરાંત, કૃષિ, આરોગ્ય, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ, ગ્રામ વિકાસ, પીવાના પાણી, સ્વચ્છતા, રોજગાર, સામાજીક સુરક્ષા તથા માળખાકીય સુવિધાઓને લગતી વિવિધ યોજનાઓની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી યોજનાવાર કામગીરીની વિગતો મેળવી, અમલીકરણની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. સરકારી યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓ સુધી સમયસર પહોંચે અને વિકાસલક્ષી કામગીરી અસરકારક રીતે પૂર્ણ થાય તે માટે જ‚રી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બેઠકમાં રાજ્યસભા સાંસદ ડો. જશવંત પરમાર, જીલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ,ધારાસભ્ય સર્વ સી.કે. રાઉલજી, ફતેસિંહ ચૌહાણ, જીલ્લા કલેક્ટર અજય દહિયા, જીલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય, નિવાસી અધિક કલેક્ટર જે.જે. પટેલ, સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.