
દ્વારકા-ઓખાના દરિયાઈ વિસ્તારમાં બે બોટ વચ્ચે અકસ્માત સર્જાતાં ચકચાર મચી ગઈ હતી. દરિયામાં બે બોટ સામસામે અથડાતાં એક બોટને નુકસાન પહોંચ્યું હતું અને તે ધીમે ધીમે દરિયામાં ડૂબવા લાગી હતી.
મળતી માહિતી મુજબ, ખાખી રંગની ફાઈબર બોટે અન્ય બોટને ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો. ટક્કર બાદ અસરગ્રસ્ત બોટ દરિયામાં ડૂબવા લાગતાં બોટમાં સવાર ખલાસીઓના જીવ જોખમમાં મુકાયા હતા. જોકે, સદનસીબે બોટમાં સવાર તમામ ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં જાનહાનિ ટળી હતી.
દ્વારકા-ઓખાના દરિયાઈ વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે બોટની અવરજવર અને દરિયાઈ સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને બોટને કેટલું નુકસાન થયું તે અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.