પાવાગઢમાં સાતમા નોરતે એક લાખથી વધુ દર્શનાથીઓએ માતાજીનાં દર્શન કર્યા

હાલોલના શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રિના સાતમા નોરતે માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. નવરાત્રિના પવિત્ર દિવસ અને રવિવારની રજાના સંયોગને પગલે ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકાળી માતાજીનાં દર્શન કરવા પહોંચ્યા હતા. મળેલી માહિતી અનુસાર, એક જ દિવસમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

વહેલી સવારે ૫ વાગ્યે મંદિરનાં દ્વાર ખુલતાં જ ભીડ પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરનાં દ્વાર સવારે ૫ વાગ્યે ખુલતાં જ મંગળા આરતીનાં દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા. માતાજીના જયઘોષ અને જય મહાકાળીના નાદથી સમગ્ર યાત્રાધામ ભક્તિમય બની ગયું હતું. વહેલી સવારથી જ પાવાગઢ તરફ જતા માર્ગો પર શ્રદ્ધાળુઓની અવરજવર વધી ગઈ હતી. ભક્તોએ માતાજીનાં દર્શન કરી પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

સાતમા નોરતાના ધાર્મિક મહત્ત્વને પગલે ભક્તોમાં ઉત્સાહ આસો નવરાત્રિના સાતમા નોરતાનું ધાર્મિક મહત્ત્વ હોવાથી માઈભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક શ્રદ્ધાળુઓ પરિવારજનો સાથે લાંબી મુસાફરી કરીને પાવાગઢ પહોંચ્યા હતા અને માતાજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. નવરાત્રિના પવિત્ર પર્વ દરમિયાન દર વર્ષે પાવાગઢમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે, ત્યારે આ વર્ષે પણ સાતમા નોરતે યાત્રાધામમાં આસ્થા અને ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.

રવિવારની રજાના કારણે દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો રવિવારની રજાના કારણે પણ પાવાગઢમાં દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો થયો હતો. દિવસભર યાત્રાધામમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. એક જ દિવસમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મહાકાળી માતાજીનાં દર્શન કરતાં આસો નવરાત્રિના સાતમા નોરતે પાવાગઢમાં ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.