સંખેડા-બહાદરપુર વચ્ચેનું ધોવાયેલ ડાયવર્ઝન રીપેરીંગ શરૂ કરાયું

સંખેડા-બહાદરપુરને જોડતું ૨ કરોડના ખર્ચે બનેલું ડાયવર્ઝન ચોમાસામાં પાણીના વધુ પ્રવાહને કારણે ધોવાઈ ગયું. આનાથી આવતા-જતા લોકોને, વાહન ચાલકોને અને ભારે વાહનોને ઘણી મુશ્કેલી પડી રહી હતી.

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, તંત્ર હવે સક્રિય થયું છે. તૂટી ગયેલું ડાયવર્ઝન સમયસર ફરીથી ચાલુ થાય તે માટે તાત્કાલિક રીપેરીંગ કામગીરી શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, વધુ નુકસાન થયેલી જગ્યાઓ પર મોટા હ્યુમ પાઈપ નાખીને અને જરૂર મુજબ મટીરીયલ વાપરીને ડાયવર્ઝનને મજબૂત બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેથી ભારે વાહનો પણ આસાનીથી પસાર થઈ શકે.

તંત્ર સંખેડા અને બહાદરપુરના લોકોની રોજની મુશ્કેલી ધ્યાનમાં રાખી ટૂંક સમયમાં જ આ ડાયવર્ઝન તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. કામગીરી શ‚ થતા સ્થાનિક લોકોને રાહત મળી છે અને તેઓ રસ્તો વહેલી તકે શરૂ થાય તેવી આશા રાખી રહ્યા છે.