કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રોકાણકારો સાથેની કથિત છેતરપિંડીના એક ગુનામાં આરોપીની ધરપકડ પ્રક્રિયા સામે પંચમહાલ (ગોધરા) ના પ્રિન્સિપાલ સેશન્સ અને સ્પેશિયલ જજ (GPID))ની કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન અને કાયદાકીય જોગવાઈઓનું પાલન કર્યા વિના ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવા બદલ કોર્ટે કાલોલ પોલીસની ગંભીર બેદરકારી સામે તીખી ટિપ્પણી કરી છે. આ સાથે જ તપાસ કરનાર અધિકારી (IO) ની આ કાયદાકીય ભૂલ અંગે ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલ તથા પંચમહાલ જીલ્લા પોલીસ અધીક્ષક (SP) ને લેખિતમાં જાણ કરવાનો આદેશ કર્યો છે.
શું હતો સમગ્ર મામલો?
D.M.M. કેપિટલ નામની કંપનીમાં રોકાણ કરાવી . ૧.૧૮ કરોડથી વધુ રકમની છેતરપિંડી આચરવાના ગુનામાં કાલોલ પોલીસે દિનેશભાઈ સુરેન્દ્રસિંહ ચૌહાણ નામના શખ્સની ધરપકડ કરી હતી. આરોપી તરફથી એડવોકેટ ડી.જે. જોશીએ કોર્ટમાં જામીન અરજી (Criminal Misc. Application No. 988/2026 ) દાખલ કરી દલીલ કરી હતી કે, આરોપીને ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ જ પોલીસે ઉપાડી લીધો હતો. ત્યારબાદ ૨૭ સપ્ટેમ્બરે ઋઈંછ દાખલ થઈ અને ૨૯ સપ્ટેમ્બરે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. આમ, આરોપીની ગેરકાયદેસર અટકાયત કરવામાં આવી હતી.
કોર્ટના ધ્યાન પર લાવવામાં આવ્યું હતું કે, આરોપી સામેની કલમોમાં ૭ વર્ષથી ઓછી સજાની જોગવાઈ હોવા છતાં, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૩૫ (અગાઉની ઈિાભ કલમ ૪૧) મુજબ ધરપકડ પહેલાં નોટિસ આપવી ફરજીયાત હતી, જે પોલીસે આપી નહોતી. આ ઉપરાંત, ધરપકડના કારણો પણ આરોપી કે તેના સગા-સંબંધીઓને લેખિતમાં જણાવવામાં આવ્યા નહોતા.
અરજદારના વકીલ ડી.જે.જોશીએ અર્ણેશ કુમાર વિદ્ધ બિહાર રાજ્ય, સતંદર કુમાર અંતિલ વિદ્ધ ઈઇઈં તેમજ વિહાન કુમાર વિદ્ધ હરિયાણા રાજ્યના સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકીને બંધારણના અનુચ્છેદ ૨૧ અને ૨૨(૧) હેઠળના મૂળભૂત અધિકારોના ભંગ અંગે ધારદાર રજૂઆત કરી હતી.
તમામ દલીલો અને રેકોર્ડ ધ્યાને લીધા બાદ, ગોધરા પ્રિન્સીપાલ સેશન્સ જજ અને સ્પેશિયલ જજ (ૠઙઈંઉ) એન સી રાવલે નોંધ્યું કે, તપાસ અધિકારી દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલી ગાઇડલાઇન અને BNSS ની જોગવાઈઓનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. કોર્ટે આરોપી દિનેશભાઈ ચૌહાણના ા.૫૦,૦૦૦ના પર્સનલ બોન્ડ અને શરતોને આધીન જામીન મંજૂર કર્યા છે. સાથે જ, કાલોલ પોલીસના તપાસ અધિકારી દ્વારા કરવામાં આવેલી આ ગંભીર બેદરકારી અને નિયમોના અનાદર અંગે ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલ અને પંચમહાલsp ને કાર્યવાહી/જાણ અર્થે આદેશની નકલ મોકલવાનો આદેશ હુકમમાં કર્યો છે.