
પંચમહાલ જિલ્લાના ગોધરામાં ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ હેઠળ JOSH (Joint Squad for Health) ટીમ લોન્ચ કરવામાં આવી. આ કાર્યક્રમ બી.આર.જી.એફ. ભવન, ગોધરા ખાતે યોજાયો હતો.
ટીબી સામેની લડાઈને મજબૂત બનાવવા માટે આ ટીમ શ કરાઈ છે. તેમાં જનજાગૃતિ, સમયસર તપાસ અને યોગ્ય સારવારના મહત્વ પર ભાર મુકાયો. લોકોને ટીબીના લક્ષણો જણાય તો તરત તપાસ કરાવી સારવાર લેવા જાગૃત કરાયા.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ ડો. જશવંતસિંહ પરમાર, પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાધવ અને જીલ્લા આરોગ્ય અધિકારી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ટીબી મુક્ત પંચમહાલ અને ટીબી મુક્ત ભારતના સંકલ્પને મજબૂત બનાવવા સૌને સાથે મળીને ટીબી સામે લડવા અપીલ કરાઈ.