ફ્લાયદુબઈ હુમલા પાછળ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર શંકા વ્યક્ત કરી

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લાયદુબઈ ઘટના પર એક મોટું નિવેદન જારી કર્યું. તેમણે કહ્યું કે તેમનું માનવું છે કે ૩૦ સપ્ટેમ્બરના રોજ ફ્લાયદુબઈની ઘટના માટે ઈરાન જવાબદાર છે, જેમાં ભારતીય પાયલોટ સ્મિત માછરને ઓમાની કો-પાયલોટ હમામ અલ-હમ્મામીએ છરી મારી હતી.ટ્રમ્પની આ ટિપ્પણીઓ સોમવારે અલાસ્કા જતા સમયે યુએસ ઉપપ્રમુખ જે.ડી. વાન્સે પત્રકારોને જણાવ્યું હતું કે ઈરાન સાથે કોઈ ચોક્કસ જાડાણ નથી. ઘટનાની તપાસ કરી રહેલા યુએઈના અધિકારીઓએ હજુ સુધી હુમલા પાછળ કોણ હતું તે અંગે કોઈ ચોક્કસ નિષ્કર્ષ જાહેર કર્યો નથી, કારણ કે તપાસ ચાલુ છે. સાઉદી અરેબિયાના અધિકારીઓ દ્વારા પ્રારંભિક પૂછપરછ બાદ અલ-હમ્મામીને યુએઈ પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. બપોરે, જ્યારે ટ્રમ્પ એરફોર્સ વનમાં સવાર થઈ રહ્યા હતા, ત્યારે એક પત્રકારે તેમને ફ્લાયદુબઈ ઘટનામાં ઈરાનની ભૂમિકા વિશે પૂછ્યું. ટ્રમ્પે કહ્યું, “મને એવું લાગે છે. મને વ્યÂક્તગત રીતે એવું લાગે છે.”

જાકે,અલાસ્કા જવા રવાના થતી વખતે જ્યારે પત્રકારોએ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ અને સેકન્ડ લેડી ઉષા વાન્સને ઘટના વિશે પૂછ્યું, ત્યારે ઓહિયો રિપબ્લિકન નેતા સાવધ રહ્યા. સીધી ટિપ્પણી કરવાને બદલે, તેમણે કહ્યું કે તેઓ આ મામલો સીઆઇએ ડિરેક્ટર પર છોડી દેશે, કારણ કે તેઓ ટિપ્પણી કરવા માટે વધુ સારી Âસ્થતિમાં છે.જે.ડી. વાન્સે કહ્યું, “હું આ મામલો જાન રેટક્લિફ અને કેટલાક ગુપ્તચર અધિકારીઓ પર છોડી દઈશ. હું કોઈપણ જાહેરાતોને ટાળવા માંગતો નથી, પરંતુ અમે ચોક્કસપણે તેની તપાસ કરી રહ્યા છીએ. જાકે, હું એમ નહીં કહું કે મેં હજુ સુધી કોઈ નક્કર પુરાવા જાયા છે.”

ઇઝરાયલ, યુએઈ અને સાઉદી અરેબિયાના અધિકારીઓએ ફ્લાયદુબઈ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. જા કે, પ્રશ્નો હજુ પણ છે કે શું કો-પાયલોટે એકલા કામ કર્યું હતું કે મોટા આતંકવાદી કાવતરાનો ભાગ હતો.તપાસથી પરિચિત યુએસ અધિકારીઓને ટાંકીને એબીસી ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે તપાસકર્તાઓ માને છે કે ઓમાની કો-પાયલોટે એકલા કામ કર્યું હતું, મોટા સંગઠનના ભાગ રૂપે નહીં. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તપાસ હજુ પણ તેના પ્રારંભિક તબક્કામાં છે.

યુએઈના એટર્ની જનરલ અને પ્રોસીક્્યુટર જનરલ હમાદ સૈફ અલ શમ્સીએ ૩ ઓક્ટોબરના રોજ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે હમામ અલ-હમ્મામીએ આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવી હતી.તેમણે કહ્યું, “ફ્લાયદુબઈ ફ્લાઇટ એફઝેડ૧૦૭૩ સાથે સંકળાયેલી ઘટનાની તપાસમાં જાણવા મળ્યું છે કે કો-પાયલટે આતંકવાદી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.” તેમણે એમ પણ કહ્યું કે તેઓ સંજાગો, હેતુ અને કોઈપણ સંભવિત જાડાણો નક્કી કરવા માટે કામ કરી રહ્યા છે. બાદમાં, રોઇટર્સે અહેવાલ આપ્યો કે હુમામ અલ-હમ્મામીની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેણે તેલ અવીવના બેન ગુરિયન એરપોર્ટ પર એક વિમાન ક્રેશ કરવાની યોજના બનાવી હતી. એવું પણ બહાર આવ્યું છે કે અલ-હમ્મામીએ આ વર્ષની શરૂઆતમાં તેલ અવીવમાં બીજું વિમાન ક્રેશ કરવાની યોજના બનાવી હતી, પરંતુ બાદમાં તે યોજના છોડી દીધી હતી. દુબઈથી તેલ અવીવ જઈ રહેલા વિમાનમાં ૧૭૪ મુસાફરો હતા, જેમાંથી મોટાભાગના ઇઝરાયલી હતા. કેપ્ટન Âસ્મથ માછરે સમયસર કોકપીટનો દરવાજા ખોલ્યો. અલ-હમ્મામી મુસાફરોથી દબાઈ ગયો. ફ્લાયદુબઈના બે પાઇલટ્‌સ, જેઓ મુસાફરો તરીકે મુસાફરી કરી રહ્યા હતા, તેમણે વિમાનનો નિયંત્રણ પોતાના હાથમાં લીધો અને તેને સાઉદી અરેબિયાના તાબુકમાં સુરક્ષિત રીતે ઉતાર્યું.