
દાહોદ,શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટ્સ કોલેજ, દાહોદ ખાતે “હિન્દી દિવસ” નિમિત્તે રાષ્ટ્રભાષા ગૌરવ દિન થીમ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. જેમાં પ્રથમ સત્રમાં સર્વપ્રથમ કોલેજના આચાર્ય ડો. પારૂલસિંહ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ મેહમાનોનો શાબ્દિક સ્વાગત કર્યુ હતું. તે પછી શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીથી હિન્દી વિભાગના કો-ઓર્ડીનેટર આદરણીય પ્રો. ડો. જે.એલ. પટેલ મુખ્ય મેહમાન અને વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ કોલેજમાં થતાં કાર્યોની મુલાકાત લીધી અને હિન્દી વિભાગના વિધાર્થીઓની કામગીરીને બિરદાવી, સાથે હિન્દી દિવસ પર પોતાના અમૂલ્ય વિચારો પ્રસ્તુત કર્યા હતા. બીજા સત્રમાં કાવ્યપાઠનો આયોજન કરાયો હતો. જેમાં હિન્દી વિભાગના વિધાર્થીઓ થકી કાવ્યપાઠ કરવામાં આવ્યો હતો. ડો.પારૂલ સિંહના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનો આયોજન અને પ્રથમ સત્ર સંચાલન હિન્દી વિભાગના અધ્યાપિકા ડો.ગાયત્રી લાલવાણીએ કર્યો હતો. બીજા સત્રનો સંચાલન હિન્દી વિભાગની વિદ્યાર્થિની સેજલબેનએ કર્યો હતો. હિન્દી વિભાગના અધ્યાપક રાકેશ ભીલ અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.