હું ઇચ્છુ છું કે ઇવાન્કા દેશની પહેલી મહિલા રાષ્ટ્રપતિ બને : ટ્રમ્પ

ઇવાન્કા મારી દીકરી નહીં, પણ સલાહકાર પણ છે, તેનામાં રાષ્ટ્રપતિ બનવાની ક્ષમતા છે

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક વધુ ચોંકાવી દે તેવું નિવદન આપ્યું છે. ન્યૂ હૈમ્પશાયરમાં સમર્થકોને સંબોધિત કરતા ટ્રમ્પે કહૃાું કે, મને નથી લાગતું કે કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ બનવાના લાયક છે. મને એવું પણ લાગે છે કે મારી દીકરી અને સલાહકાર ઈવાક્ધા ટ્રમ્પને અમેરિકાની પહેલી મહિલા રાષ્ટ્રપતિ બનાવવી જોઈએ.

ટ્રમ્પ તુલના તો વાઈસ પ્રેસિડેન્ટ ઉમેદવારની કરી રહૃાા હતા, પરંતુ સીધા રાષ્ટ્રપતિ પર આવી ગયા. તેમણે કહૃાું કે, ડેમોક્રેટિક પાર્ટી માત્ર અમેરિકન લોકોને સપના સપના દેખાડી શકે છે, એ ક્યારેય પુરા નહીં થઈ શકે.

ટ્રમ્પે કમલા હેરિસની યોગ્યતા અંગે સીધા સવાલ કર્યા હતા. કહૃાું કે, એ તો રાષ્ટ્રપતિ બનવાની રેસમાં હતા પણ હવે ઉપરાષ્ટ્રપતિ બનવાના પ્રયાસ કરી રહૃાા છે. મને લાગે છે કે મારી દીકરી અને સલાહકાર ઈવાક્ધા આ પદ માટે વધુ સારી ઉમેદવાર છે. હું એવું પણ કહીશ કે ઈવાક્ધા જ અમેરિકાની પહેલી મહિલા રાષ્ટ્રપતિ બને. આ રોલ માટે તે સૌથી વધુ યોગ્ય ઉમેદવાર છે. હવે તો લોકો પણ કહેવા લાગ્યા છે કે તે ઈવાક્ધાને આ મહત્વપૂર્ણ પદૃો પર જોવા માંગે છે. જેમાં કમલાની કોઈ ભૂલ નથી.

રિપબ્લિકન પાર્ટીના કન્વેશનમાં પણ ટ્રમ્પે જો બાઈડન પર નિશાન સાધ્યું હતું. ત્યારપછી તેમણે કમલા હેરિસ પર પણ કટાક્ષ કર્યો હતો. રિપબ્લિકન પાર્ટીનો આરોપ છે કે હેરિસ અમેરિકામાં વંશવાદને પ્રોત્સાહન આપી રહી છે અને ડેમોક્રેટ્સ તેમનો સાથ આપી રહૃાા છે. તે એશિયન અને આફ્રીકન અમેરિકન લોકો વચ્ચે પણ અંતર વધારી રહૃાા છે.