ગોધરા શહેર સાંપા રોડ ગાયત્રી નગરની પાછળ અર્ચન વાટીકામાં રહેતા ફરિયાદીની દિકરીને આરોપીના જમાઈ સાથે પ્રેમ સંબંધ હોય આ બાબતે ફરિયાદી અને આરોપીઓ વચચે સમજાવટ થયેલ તેમ છતાં ફરિયાદીની દિકરી આરોપીના જમાઈને મળવા ગઈ હતી. તેની જાણ આરોપીઓને થતાં ફરિયાદી ડંડા લઈ આવી મારામારી કરી ફરિયાદીને દુકાન સાથે સળગાવી દેવાની ધમકી આપી ગુનો કર્યાની ફરિયાદી નોંધાવા પામી છે.
ગોધરા સાંપા રોડ ગાયત્રી નગરની પાછળ અર્ચન વાટીકામાં રહેતા ફરિયાદી ચંદ્રાપ્રકાશ ભુનાજી પ્રજાપતિની દિકરી વિધીબેન જે આરોપીઓ રણજીતસિંહ માનસિંહ વણઝારા, તુષારભાઈ રણજીતસિંહ, પિન્કલ રણજીતસિંહ વણઝારા, સંગીતાબેન રણજીતસિંહ વણઝારાઓના જમાઈ સાથે પ્રેમ સંબંધ હોય અને અગાઉ પણ ફરિયાદી અને આરોપીઓ વચ્ચે સમજાવટ થયેલ હતી. તેમ છતાં ૨૨ સપ્ટેમ્બરના રોજ ફરિયાદીની છોકરી આરોપીઓના જમાઈને મળવા ગઈ હતી. તેની જાણ થતા તમામ આરોપીઓ ફરિયાદીના ધરે લાકડી ડંડા લઈ આવ્યા હતા અને ફરિયાદી અને અન્ય સાથે મારામારી કરી ઈજાઓ પહોંચાડી ગાળો આપી હતી અને દુકાન સાથે સળગાવી દેવાની અને મારી નાખવાની ધમકી આપતા ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદી નોંધાવા પામી છે.