પીપલોદ ગ્રામ પંચાયતમાં છેલ્લા ૧૫ વર્ષથી ચાલી રહેલા શાસન દરમિયાન ગામમાં બનેલા દ્રા કોમ્પ્લેક્સને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ કોમ્પ્લેક્સની ૬૦ જેટલી દુકાનો પાસેથી દુકાનદીઠરૂ.૨,૦૦૦ મુજબ કુલ રૂ.૧.૨૦ લાખની રકમ થતી હોવાનો હિસાબ સામે આવે છે. પરંતુ અરજદારનો આક્ષેપ છે કે પંચાયત દ્વારા તેની પાસેથી રૂ.૩ લાખનો ચેક માંગવામાં આવ્યો હતો અને તેણે તે ચેક આપવો પડ્યો હતો. અરજદારના જણાવ્યા મુજબ આ મામલે તેની પાસે રહેલા પુરાવા વારંવાર પંચાયતમાં રજૂ કરી ન્યાયની માંગ કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી યોગ્ય કાર્યવાહી ન થતાં અરજદારને રૂ.૧.૮૦ લાખનો આર્થિક ભોગ બન્યાનો આક્ષેપ છે.
હવે સવાલ એ છે કે, આ સમગ્ર મામલે પંચાયત તંત્ર તપાસ ક્યારે કરશે? પ્રજાના નાણાં અને લેવડ દેવડનો પારદર્શક હિસાબ જાહેર થશે કે નહીં? ગ્રામજનો જવાબ માંગી રહ્યા છે.