દે.બારીઆ સરકારી ડેપોમાં ખાતર નહિ મળતા ખેડુતો ખાનગી દુકાનોમાંથી ઉંચા ભાવે ખાતર ખરીદવા મજબુર

દે.બારીઆ તાલુકા મથકે ખેડુતોને સરકારી ભાવે ખાતર નહિ મળતા ઉંચી કિંમતે બજારમાંથી ખાતર ખરીદી કરવા મજબુર બન્યા છે.

હાલ ચોમાસાની ઋતુમાં ખેડુતો ખેતીકામમાં જોતરાયા છે. ત્યારે દે.બારીઆ તાલુકામાં અન્ય તાલુકાની સરખામણીમાં વરસાદ વધુ નોંધાયો છે. તાલુકામાં મોટાભાગની જમીન ખેતીલાયક હોય ખેડુતો ખેતરમાં છાણિયુ ખાતર સાથે રાસાયણિક ખાતરનો પણ ઉપયોગ કરે છે. દે.બારીઆ શહેરમાં વહેલી સવારથી ખેડુતો ખાતર લેવા માટે આવતા હોય છે. માર્કેટિંગ યાર્ડમાં ખેડુતો સસ્તા દરે રાસાયણિક ખાતરો મળી રહે તે માટે સરકાર દ્વારા ડેપોની શ‚આત કરાઈ છે. પરંતુ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી આ ખાતર ડેપોમાં ખાતર કયારે આવે છે અને કયારે પુ‚ થઈ જાય છે તેની કોઈને ખબર પડતી નથી. જયારે ખેડુતો ખાતર ખરીદી માટે જાય ત્યારે હાલમાં ખાતર નથી, એક-બે દિવસમાં આવી જશે તેમ ડેપો મેનેજર જણાવતા હોય છે. આજેપણ દે.બારીઆ ખાતે યુરિયા ખાતર નહિ હોવાનુ જાણવા મળેલ છે. યુરિયા ખાતરનો એક બેગનો સરકારની ભાવ ‚.૨૭૦ થી પણ ઓછો છે. જયારે માર્કેટિંગ યાર્ડમાં કેટલીક ખાનગી દુકાનો ઉપર યુરિયા ખાતરનો ભાવ ‚.૩૮૦ અને ‚.૪૪૦ છે. ત્યારે તાલુકામાં કેટલાક સંગ્રહખોરો ખાતરની સંગ્રહ કરી કૃત્રિમ અછત ઉભી કરતા હોવાનુ પણ જાણવા મળેલ છે. ત્યારે સરકારી ડેપો ઉપર સમયસર ખેડુતોને ખાતરનો યોગ્ય જથ્થો મળી રહે તેવી ખેડુતોની માંગ છે.