પંચમહાલ જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મળેલ બાતમીના આધારે ગોધરા તાલુકાના ચુંદડી ગામે હાઈવે રોડ પીકઅપ સ્ટેન્ડ પાસે વોચમાં હતા. દરમિયાન શંકાસ્પદ ટ્રક નંબર આરજે.૧૪.જીઈ.૯૯૮૧ને રોકી હતી અને ટ્રકની તપાસ દરમિયાન ભારતીય બનાવટનો ઈંગ્લીશ દા અને બીયર ટીન પેટીઓ નંગ-૧૦૩૫ કિંમત રૂ.૧,૨૩,૭૯,૭૪૧/-નો ઈંગ્લીશ દારૂ તેમજ ટ્રક મળી કુલ રૂ.૧,૪૩,૮૧,૨૪૧/-નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.
ગોધરા તાલુકાના ગઢચુંદડી ગામે હાઈવે રોડ પીકઅપ સ્ટેન્ડ પાસે લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમીના આધારે વોચમાં હતી. દરમિયાન શંકાસ્પદ ટ્રક નંબર આરજે.૧૭.જીઈ.૯૯૮૧ને રોકવાનો પ્રયાસ કરતા ટ્રક ચાલક વાહન છોડીને નાશી છુટીયો હતો. પોલીસે ટ્રકની તપાસ કરતાં ટ્રક માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ બોટલો, કવાટરીયા તથા બીયર ટીનને પેટીઓ નંગ-૧૦૩૫ જેમાં બીટર અને ઈંગ્લીશ દારૂ ની બોટલો નંગ-૩૬૯૧૨ કિંમત ૧,૨૩,૭૯,૭૪૧/- ટ્રક કિમત રૂ.૨૦,૦૦,૦૦૦/-, તાડપત્રી, દોરડું મળી કુલ રૂ.૧,૪૩,૮૧,૨૪૧/-ના મુદ્દામાલ ઝડપી પાડયવામં આવ્યો હતો. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ટ્રકના ચાલક ટ્રકના માલિક, વિદેશી દારૂ જથ્થો ભરી આવનાર, દા મંગાવનાર ઈસમ વિદ્ધ પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.