પંજાબમાં આઇએસઆઇના ઈશારે કામ કરતો આરોપી પકડાયો, ૮૬ હેન્ડ ગ્રેનેડ જપ્ત

પંજાબના જલંધરમાં પોલીસે એક મોટા પાકિસ્તાન સમર્થિત આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. વિદેશમાં રહેતા આતંકવાદીઓ આ સમગ્ર મોડ્યુલ ચલાવી રહ્યા હતા. પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ૮૬ હેન્ડ ગ્રેનેડ પણ જપ્ત કરવામાં આવ્યા છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ ડેડ લેટર બોક્સ/ડ્રોપ લોકેશન પરથી બોમ્બ ઉપાડ્યા હતા. તેને આ સ્થાનની માહિતી વિદેશમાં સ્થિતિ એક આતંકવાદીએ આપી હતી. પોલીસ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા માટે તપાસ કરી રહી છે.

આ ઓપરેશન જાલંધર કાઉન્ટર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા શહીદ ભગતસિંહ નગર પોલીસ સાથે મળીને હાથ ધરવામાં આવ્યું હતું. આ સંયુક્ત ઓપરેશનમાં આઇએસઆઇ સમર્થિત બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જે વિદેશમાં સ્થત હેન્ડલર્સ દ્વારા સંચાલિત હતું.

પોલીસે એક મુખ્ય ઓપરેટિવની ધરપકડ કરી છે અને તેની પાસેથી ૮૬ પી હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યો છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલા આરોપીએ વિદેશમાં સ્થિત હેન્ડલર્સ દ્વારા કહેવા પર જલંધરના આદમપુર નજીક એક ડેડ લેટર બોક્સમાંથી ગ્રેનેડ મેળવ્યા હતા. વિદેશી હેન્ડલર્સ, સ્થાનિક સપોર્ટ નેટવર્ક અને ફોરવર્ડ અને બેકવર્ડ લિંક્સ સહિત સમગ્ર આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

પંજાબ ડીજીપીએ એકસ પર લખ્યું, “સીમાપાર આતંકવાદી નેટવર્ક સામે મોટી સફળતામાં, કાઉન્ટર ઇન્ટેલિજન્સ જલંધરે એસબીએસ નગર પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહીમાં, એક મુખ્ય ઓપરેટિવની ધરપકડ અને ૮૬- પી હેન્ડ ગ્રેનેડ જપ્ત કરીને વિદેશી-આધારિત ઓપરેટિવ્સ દ્વારા સંચાલિત આઇએસઆઇ-પ્રાયોજિત બીકેઆઇ આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો, જેનાથી આયોજિત હુમલો નિષ્ફળ ગયો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલા આરોપીઓએ વિદેશી-આધારિત ઓપરેટિવ્સના નિર્દેશ પર જલંધરના આદમપુર નજીક ડીએલબી પાસેથી ગ્રેનેડ મેળવ્યા હતા. બીકએનએસ અને વિસ્ફોટક પદાર્થો અધિનિયમની સંબંધિત કલમો હેઠળ પીએસ સદર નવાંશહર એસબીએસ નગર ખાતે એફઆઇઆર નોંધવામાં આવી છે. વિદેશી હેન્ડલર્સ, સ્થાનિક સપોર્ટ નેટવર્ક અને ફોરવર્ડ અને બેકવર્ડ લિંક્સ સહિત સમગ્ર આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે.”