ડ્રાઇવરે ચેતવણી સંકેત સાંભળવાનો ઇનકાર કર્યો, અને ઇકો કાર પાણીમાં તણાઈ ગઈ. ૪ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં ગઈકાલે રાતથી ચાલુ રહેલા વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના અનેક નગરો અને શહેરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રવિવારે રાત્રે, સારંગપુર બ્લોકના પડાનામાં, એક પરિવાર દેવાસ જિલ્લાના સતવાસથી નવા બાયપાસ થઈને સારંગપુરના કડલાવાડ જઈ રહ્યો હતો, ત્યારે બાયપાસ પરનો પુલ વરસાદી પાણીથી ભરાઈ ગયો હતો. બહારથી આવેલા ડ્રાઇવરને પાણીની ઊંડાઈ અને પુલની સ્થિતિનો ખ્યાલ નહોતો. કારે કાબુ ગુમાવ્યો અને પાણીમાં પ્રવેશતાની સાથે જ તે તણાઈ ગઈ. કારમાં સવાર ૧૧ લોકોમાંથી બે લોકો ભાગી જવામાં સફળ રહ્યા, જ્યારે ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે. બચાવ ટીમો બાકીના પીડિતોને શોધી રહી છે.

ગ્રામજનોએ જાણ કરી કે બાયપાસ પુલ પર પાણી ભરાઈ ગયું છે. ત્યાં હાજર લોકોએ ઇકો કાર ડ્રાઇવરને પુલ તરફ જતા અટકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડ્રાઇવરે ના પાડી અને જાખમ લીધું. ત્યારબાદ પાણીના જારદાર પ્રવાહમાં ઇકો કાર તણાઈ ગઈ. બચાવ ટીમો, પોલીસ અને વહીવટીતંત્રના કર્મચારીઓ હાલમાં ઘટનાસ્થળે છે. ગુમ થયેલા લોકોને શોધવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ઘટનાની માહિતી મળ્યા બાદ,એસડીએમ એસડીઓપી અને સારંગપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ, પોલીસ અને વહીવટી ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. બચાવ ટીમે શોધખોળ શરૂ કરી. કાર અને પાણીમાં ગુમ થયેલા લોકોને શોધવા માટે ક્રેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા છે. હાલમાં, કાર અને બાકીના ગુમ થયેલા લોકોનો કોઈ પત્તો લાગ્યો નથી.કસ્માત પછી સૌથી મોટો પ્રશ્ન નવા બાયપાસ અને પુલના નિર્માણ અંગે ઉભો થયો છે.

ગ્રામજનોના મતે, બાયપાસ તાજેતરમાં જ બનાવવામાં આવ્યો હતો. પ્રશ્ન એ છે કે વરસાદ દરમિયાન પુલ એટલો પાણીથી ભરાઈ ગયો કે રસ્તો અને પુલના ભાગો જાવા મુશ્કેલ બની ગયા. જા પુલ પર પાણી ભરાવાની શક્યતા હતી, તો વાહનચાલકોને રોકવા અથવા ચેતવણી આપવા માટે પૂરતી વ્યવસ્થા કેમ કરવામાં આવી નહીં?દરમિયાન, ભોપાલમાં ૧૨ કલાકથી સતત વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ અને શેરીઓ પાણીમાં ડૂબી ગયા છે.