ગરબાડા પંથકમાં ફરીવાર તસ્કરો સક્રિય બન્યા છે. અને આતંક મચાવી રહ્યા હોવાનુ સામે આવ્યુ છે. હાલમાં જ ભીલોઈ ગામમાં ત્રણ જગ્યાએ તેમજ માળ મોહનીયા ફળિયામાં એક જગ્યાએ મળી એક જ રાતમાં કુલ ચાર જગ્યાઓએ ચોરી થવાની ધટના સામે આવી છે. જે તમામ ધટનાઓને જોતા તસ્કરો પોલીસને ખુલ્લેઆમ ૫ડકાર આપી રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે.
ચાર-પાંચ દિવસ પહેલા જ ગરબાડા તાલુકાના ભીલોઈ ગામના બારી ફળિયામાં બે જગ્યાએ તથા પીપેર ફળિયામાં એક જગ્યાએ અને માળ મોહનીયા ફળિયામાં મળી કુલ ચાર જગ્યાએ તસ્કરોએ મકાનોને ટાર્ગેટ બનાવ્યા છે. કોઈ જગ્યાએ દિવાલ ખોદવામાં આવી હતી તો કોઈક જગ્યાએ તાળા તોડવામાં આવ્યા હતા. જયારે ચારેય જગ્યાએ થઈ કુલ કેટલા પિયાનો મુદ્દામાલની ચોરી થઈ છે તે હાલ જાણી શકાયુ નથી. ચોરીની ધટનાને લઈને ગરબાડા પોલીસમાં જાણ કરવામાં આવી હોવાનુ જાણવા મળી રહ્યુ છે. ચોરીની આ ધટનાને લઈને જાણે કે તસ્કરોએ ૫ોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે.