અમદાવાદના આનંદનગરમાં શરમજનક ઘટના,પીજીમાં રહેતી કચ્છની યુવતી પર સિક્યુરીટી ગાર્ડે બળાત્કાર ગુજાર્યાે

અમદાવાદ શહેરના પોશ ગણાતા આનંદનગર વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જેણે મેટ્રો સિટીમાં એકલી રહીને અભ્યાસ કે નોકરી કરતી યુવતીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. અહીં એક પીજી (પેઇંગ ગેસ્ટ)માં રહેતી અને ઈÂન્ટરિયર ડિઝાઈનિંગનો અભ્યાસ કરતી યુવતી સાથે સોસાયટીના જ સિક્યુરીટી ગાર્ડે હેવાનિયત આચરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે તાત્કાલિક અલગ-અલગ ૧૦ ટીમો બનાવી વહેલી સવારે જ નરાધમ આરોપીની ધરપકડ કરી લીધી છે.મળતી માહિતી મુજબ, ભોગ બનનાર યુવતી રોજની જેમ ગઈકાલે રાત્રે પણ પીજીના ધાબા પર ચાલવા (વોક કરવા) ગઈ હતી.

આ દરમિયાન સોસાયટીમાં નોકરી કરતો સિક્્યુરિટી ગાર્ડ પણ છૂપાઈને ધાબા પર પહોંચી ગયો હતો. યુવતી એકલી હોવાનો લાભ ઉઠાવી નરાધમે પાછળથી આવી તેના ગળે વાયર બાંધી દીધો હતો. યુવતી પોતાની જાતને બચાવી ન શકે તે રીતે વાયરમાં ભેરવીને આરોપીએ તેની સાથે લગભગ એક કલાક સુધી દુષ્કર્મ આચર્યું હતું. આ ક્રૂર હુમલા બાદ ગંભીર હાલતમાં ભોગ બનનાર યુવતીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ભોગ બનનાર યુવતી મૂળ કચ્છની રહેવાસી છે અને અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ઁય્ તરીકે રહે છે. ઘટનાના દિવસે ફ્લેટના ધાબા પર પરપ્રાંતિય સિક્યુરીટી ગાર્ડે યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આરોપી ગાર્ડે અંદાજે એક કલાક સુધી ધાબા પર યુવતી સાથે બળાત્કાર ગુજારીને હેવાનિયતની તમામ હદો વટાવી દીધી હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપીનું નામ ધર્મસિંહ રામશંકરસિંહ છે અને તે મૂળ ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાનો વતની છે. ચોંકાવનારી વાત એ છે કે આરોપી ઘટનાના માત્ર છ થી સાત દિવસ પહેલાં જ આ સોસાયટીમાં સિક્સિયુરીટી ગાર્ડ તરીકે નોકરીએ જાડાયો હતો. રાત્રિના સમયે મોકો મળતા જ તેણે આ પાશવી કૃત્યને અંજામ આપ્યો હતો.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સમગ્ર મામલે સ્થાનિક પોલીસ,એલસીબી અને ક્રાઈમ બ્રાન્ચની કુલ ૧૦ અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે વહેલી સવારે જ આરોપી ધર્મસિંહની ધરપકડ કરી લીધી છે.

ઘટનાની જાણ થતાં જ આનંદનગર પોલીસ મથકની ટીમ હરકતમાં આવી ગઈ હતી. ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર થઈ ગયેલા સિક્્યુરિટી ગાર્ડ ધર્મવીરને ઝડપી પાડવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફુટેજના આધારે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે. પરંતુ ઘટના બન્યાના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.નોંધનીય છે કે, છેલ્લા ૩ દિવસથી અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિતના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ મોડી રાત સુધી રસ્તા પર ઉતરીને સઘન ચેકિંગ અને પેટ્રોલીંગ કરી રહ્યા છે. પોલીસની આટલી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પણ પીજીના ધાબા જેવી ખાનગી જગ્યાએ આ પ્રકારની ભયાનક ઘટના બનતા મહિલાઓની સુરક્ષા અને સિક્સિયુરીટી એજન્સીઓ દ્વારા કરાતા ગાર્ડના વેરીફિકેશન સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.