દેવગઢબારિયા તાલુકાના અસાયડી ગામે ઘાટીમાં હાઈવે પર વધુ પડતી ઝડપ અને ચાલકની ગફલતને કારણે પુરપાટ દોડી આવતી મોટરસાયકલના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા મોટર સાયકલ સ્લીપ ખાઈ જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજાઓ થતા તેનું સ્થળ પર જ મોતની નીપજયાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરની ભક્તિ નગર સોસાયટીમાં રહેતા પોતાના કબજાની જીજે.૧૭.બીએ.૩૮૯૯ નંબરની હીરો સીડી ડીલક્ષ મોટર સાયકલ રાત્રિના અગિયાર વાગ્યાના સુમારે પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવતા મોટર સાયકલની ક્ષમતા કરતા વધુ પડતી ઝડપને કારણે કારણે મોટરસાયકલ ચાલક કસનાભાઈ કટારાએ મોટરસાયકલના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા અસાયડી ગામે ઘાટીમાં હાઇવે રોડ પર મોટરસાયકલ સ્લીપ ખાઈ જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ ચાલક કસનાભાઈ મડીયાભાઈ કટારાને માથાના ભાગે તથા શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓનું સ્થળ પર જ અરેરાટી ભર્યું મોત નીપજયું હતું.
આ સંબંધે મરણ જનાર કસનાભાઈ મડીયાભાઈ કટારાના દીકરા ૩૪ વર્ષીય જવાનસિંહ કસનાભાઈ કટારાએ પિપલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.