
બાલાસિનોર તાલુકાના લીમડીથી ખાડીવાવ જતો મુખ્ય માર્ગ હાલ એટલી હદે બિસ્માર બની ગયો છે કે વાહનચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું રોજિંદું જોખમ બની ગયું છે. ઠેરઠેર પડેલા વિશાળ ખાડાઓ અને વરસાદી પાણીથી છલકાતા માર્ગને કારણે ખેડૂતો, ગ્રામજનો તેમજ શાળા-કોલેજમાં અભ્યાસ માટે જતા સેંકડો વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર લીમડી-ખાડીવાવ-સુતરીયા-ધૂંધલીયા-જેઠોલી સહિતના અનેક ગામોને જોડતો આ મહત્વનો માર્ગ છેલ્લા ઘણા સમયથી સમારકામની રાહ જોઈ રહ્યો છે. વરસાદ બાદ માર્ગ પર પડેલા ખાડાઓ પાણીથી ભરાઈ જતાં રસ્તો ક્યાં છે અને ખાડો ક્યાં છે, તેની ઓળખ કરવી પણ મુશ્કેલ બની જાય છે. પરિણામે રોજિંદા અકસ્માતનો ભય ઊભો થયો છે અને વાહનચાલકોને કમરતોડ ઝટકા સહન કરવા પડી રહ્યા છે.

brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 39;
આ માર્ગ પરથી દરરોજ પ્રાથમિક, માધ્યમિક અને કોલેજમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ અવરજવર કરે છે. બિસ્માર માર્ગના કારણે વિદ્યાર્થીઓને સમયસર શાળા-કોલેજ પહોંચવામાં મુશ્કેલી પડે છે, જ્યારે વાલીઓ બાળકોની સુરક્ષાને લઈને સતત ચિંતિત રહે છે. વરસાદી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બની જાય છે.
સરકાર એક તરફ વિકાસના મોટા દાવા અને કરોડો પિયાના માર્ગ વિકાસના પ્રોજેક્ટોની જાહેરાતો કરે છે, પરંતુ બીજી તરફ લીમડી-ખાડીવાવ માર્ગની હાલત આ દાવાઓની પોલ ખોલતી હોવાનું ગ્રામજનોનું કહેવું છે. અનેક રજૂઆતો છતાં માર્ગના સમારકામ માટે કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિકોના આક્ષેપ મુજબ માર્ગ અને મકાન (આર એન્ડ બી) વિભાગ દ્વારા વર્ષોથી આ માર્ગની અવગણના કરવામાં આવી રહી છે. લોકોનો સવાલ છે કે જો આ માર્ગ પર કોઈ ગંભીર અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે?
ગ્રામજનોએ માંગ કરી છે કે, માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ માર્ગનું નિરીક્ષણ કરે અને યુદ્ધના ધોરણે સમારકામ તેમજ નવીનીકરણની કામગીરી શ કરે તેવી લોક માંગ ઉઠી છે.