
દાહોદ જીલ્લાના લીમડી-લીમખેડા હાઈવે પર આવેલા વાકોલ બ્રીજ નજીક એક કણ અને ગમખ્વાર માગ અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે આવી રહેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસ અને ઓટો રિક્ષા વચ્ચે ધડાકાભેર અકસ્માત થતાં રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ભયાનક અકસ્માતની ઘટનામાં રિક્ષાચાલકને ગંભી ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કણ મોત નીપજ્યું હતું, જ્યારે રિક્ષામાં સવાર અન્ય એક મુસાફર ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માત અંગેની જાણ થતાં જ લીમડી પોલીસ મથકનો કાફલો સત્વરે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મતદેહને પ્રોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે