
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાના સંકેતો મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગના લેટેસ્ટ વેધર રિપોર્ટ મુજબ રાજ્યમાં ૭ ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જાહેર કરેલી નવી આગાહી અનુસાર દક્ષિણપૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં રહેલો સુચિન્હિત નીચા દબાણનો વિસ્તાર હજુ પણ સક્રિય છે. આ સિસ્ટમ આગામી ૨૪ કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને ધીમે ધીમે નબળી પડવાની શક્્યતા છે. જાકે તેની અસર હેઠળ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસાનો ટ્રફ હાલમાં દક્ષિણપૂર્વ રાજસ્થાનથી બાંદા, દેહરી, માલદા થઈને મણિપુર સુધી વિસ્તરેલો છે. આ ઉપરાંત દક્ષિણપશ્ચિમ રાજસ્થાનથી ઉત્તરપૂર્વ બિહાર સુધીનો ટ્રફ પણ સક્રિય છે. દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફ-શોર ટ્રફ યથાવત હોવાથી અરબી સમુદ્ર તરફથી સતત ભેજ ગુજરાત તરફ આવી રહ્યો છે. આ સિસ્ટમોના સંયુક્ત પ્રભાવને કારણે રાજ્યમાં વરસાદ માટે અનુકૂળ પરિÂસ્થતિ સર્જાઈ છે. હવામાન વિભાગે જાહેર કરેલી આજની સેટેલાઈટ તસવીરોમાં પણ રાજ્ય ઉપર ઘનિષ્ઠ વાદળછાયું વાતાવરણ જાવા મળી રહ્યું છે.
આઇએમડીની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ વિસ્તાર, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આ વિસ્તારોના લોકોને ખાસ સાવચેતી રાખવા અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
રાજ્યના અન્ય મોટાભાગના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે. ઉત્તર ગુજરાતના ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્્યતા છે. જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન વિભાગે વરસાદની સાથે વીજળી અને તેજ પવન અંગે પણ મહત્વની ચેતવણી આપી છે. વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ દરમિયાન વીજળી પડવાની શક્યતા છે. ઉપરાંત ૪૦થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સપાટી પર પવન ફૂંકાઈ શકે છે. જેના કારણે ખુલ્લા મેદાનોમાં ન રહેવું, વૃક્ષો નીચે આશરો ન લેવો અને વીજળી પડતી હોય ત્યારે સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ ખેડૂતો અને માછીમારોને પણ હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ૭ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. જાકે વરસાદનું પ્રમાણ વિસ્તાર પ્રમાણે અલગ-અલગ રહી શકે છે. નીચા દબાણની સિસ્ટમ, સક્રિય ચોમાસુ ટ્રફ અને ઓફ-શોર ટ્રફના કારણે આગામી દિવસોમાં પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. તેથી નાગરિકોએ આઇએમડી દ્વારા જાહેર કરવામાં આવતી તાજી આગાહીઓ પર નજર રાખવી, અનાવશ્યક મુસાફરી ટાળવી અને સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે.