
વડોદરાના પ્રતાપનગર સ્ટેશનથી સવારે ૦૯:૦૫ વાગ્યે ઉપડીને જોબટ જતી તેમજ પરતમાં જોબટથી બપોરે ૦૨:૦૫ વાગ્યે ઉપડતી ટ્રેનને કેલનપુર સ્ટેશને સ્ટોપેજ આપવાની માંગ મુસાફર આલમમાં ખૂબ જ પ્રબળ બની રહી છે.
પ્રતાપનગર-જોબટ-પ્રતા પનગર ટની આ ટ્રેન ડભોઇ તેમજ પૂર્વપટ્ટીના આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારો સાથે વડોદરા શહેરને જોડતી એક અત્યંત મહત્વની અને જીવાદોરી સમાન ટ્રેન છે. જોકે, આ ટ પર આવેલા કેલનપુર રેલવે સ્ટેશન ખાતે આ ટ્રેનને સ્ટોપેજ ન હોવાના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલની સ્થિતિએ આ વિસ્તારના લોકોને આ ટ્રેન પકડવા માટે ફરજીયાતપણે વડોદરાના પ્રતાપનગર સ્ટેશન સુધી લાંબા થવું પડે છે, જેના કારણે તેમનો કિંમતી સમય અને આર્થિક નાણાં બંનેનો મોટો વ્યય થાય છે. સ્થાનિક અગ્રણીઓ અને મુસાફરોના જણાવ્યા અનુસાર, વડોદરા શહેરનો નવો વિકસી રહેલો કપુરાઇ ચોકડી વિસ્તાર, ન્યુ વાઘોડિયા રોડ વિસ્તાર તેમજ કેલનપુર અને તેની આસપાસના અનેક નાના-મોટા ગ્રામ્ય વિસ્તારોમાં હજારો લોકો વસવાટ કરે છે.
અહીંથી પૂર્વપટ્ટી તરફ અને ડભોઇ તરફ નોકરી, ધંધા કે સામાજીક કામ અર્થે રોજિંદી અવરજવર કરતા પ્રવાસીઓ માટે જો કેલનપુર સ્ટેશન ખાતે આ ટ્રેનને માત્ર એક મિનિટનું સ્ટોપેજ પણ અપાય, તો તે આખા વિસ્તાર માટે આશીર્વાદપ સાબિત થઇ શકે તેમ છે.
આ બાબતે મુસાફરોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓ તેમજ દૈનિક પ્રવાસીઓ દ્વારા રેલવે પ્રશાસન અને ઉચ્ચ સત્તાધીશો સમક્ષ વહેલી તકે આ લોકઉપયોગી ટ્રેનને કેલનપુર સ્ટેશને સ્ટોપેજ મંજૂર કરાય તેવી ઉગ્ર અને સખત માંગણી કરાઇ રહી છે.
બોકસ:
કેલનપુર સ્ટેશને સ્ટોપેજ આપે તો મુસાફરોને ફાયદો થાય સવારે ૯:૦૫ વાગ્યે પ્રતાપનગરથી ઉપડતી ટ્રેન સીધી જ ડભોઇ ઉભી રહે છે. આ લાઇન ઉપર આવેલ કેલનપુર સ્ટેશન આ વિસ્તારના મુસાફરો માટે ખૂબ આશીર્વાદપ છે. પણ ટ્રેન કેલનપુર ઉભી રહેતી નથી. જેથી મુસાફરોને પ્રતાપનગર સુધી લાંબુ થવું પડે છે. મુસાફરોના હિત માટે પ્રતાપનગર – જોબટ – પ્રતા પનગર ટ્રેનને કેલનપુર સ્ટોપેજ આપે તો સાં. વિરલભાઇ વ્યાસ, મુસાફર…