સંખેડા રેન્જમાં ગ્રીન કવચ મજબૂત કરવા જંગલ ખાતાની તૈયારી

પર્યાવરણનું સંતુલન જાળવવા, વિસ્તારનું ગ્રીન કવચ વધારવા જંગલખાતાએ સંખેડા સામાજીક વનીકરણ રેન્જની વિવિધ નર્સરીઓમાં ચાલુ વર્ષે ૪.૫૮ લાખથી વધુ રોપાઓનો ઉછેર કર્યો છે. ચોમાસાની ગતિ તાજેતરમાં મંદ પડી છે. જેથી વાવેતર કરાયેલા રોપાઓના જતનને લઈને ચિંતા ઊભી થઈ છે.

સંખેડા રેન્જ હેઠળ હાંડોદ, ગરોલ, કુન્ડિયા નર્સરીમાં ફળ, ફૂલ, છાયાદાર વૃક્ષોના રોપા તૈયાર કરાયા છે. હાંડોદ નર્સરીમાં ૧.૬૦ લાખ રોપાઓ ઉછેરાયા છે. ગરોલ નર્સરીમાં ૧.૪૮ લાખ રોપાઓ ઉછેરાયા છે. કુન્ડિયા નર્સરીમાં ૧.૫૦ લાખ રોપાઓ ઉછેરાયા છે. કુલ ૪.૫૮ લાખ રોપાઓનો ઉછેર થયો છે.

આ રોપાઓમાંથી અનેક સ્થળોએ વૃક્ષારોપણ માટે વિતરણ પણ કરાયું છે. નર્સરીમાં ગુલાબ, જાસૂદ, કરેણ, તગડી જેવા ફૂલછોડ તૈયાર કરાયા છે. સીતાફળ, જામફળ, આંબા જેવા ફળના રોપા તૈયાર કરાયા છે. નીલગીરી, સરગવો, બોરસલી, ચંદન, મહુડો, આમળા, ગુલમહોર, બીલી જેવી વિવિધ પ્રજાતિના વૃક્ષોના છોડ પણ તૈયાર કરાયા છે.

વિવિધ અભિયાનોમાં મોટા પાયે વૃક્ષારોપણ કરાયું હતું. વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પણ વૃક્ષારોપણ કરાયું હતું. સામાન્ય રીતે ચોમાસું જામે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષારોપણ વધે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં પણ પ્રવૃત્તિ વધે છે. સરકારી કચેરીઓમાં પણ વૃક્ષારોપણ થાય છે.

હાલ વરસાદનું પ્રમાણ અપેક્ષા મુજબ નથી. વાવેતર કરાયેલા રોપાઓને જીવંત રાખવા વધારાની કાળજી જ‚રી બની છે. જંગલખાતું કહે છે કે સારો વરસાદ થતાં જ વધુમાં વધુ વૃક્ષારોપણ કરાશે. તૈયાર કરાયેલા લાખો રોપાઓ હવે મેઘરાજાની મહેરબાનીની રાહ જોઈ રહ્યા છે.