
૭ શાળાઓમાં શિક્ષક નથી, ઈન્ચાર્જ શિક્ષકોથી શાળા ચાલી રહી છે.
નસવાડી તાલુકાની શિક્ષણ વ્યવસ્થા હાલ અત્યંત કફોડી હાલતમાં છે. તાલુકાની કુલ ૨૪૭ પ્રાથમિક શાળાઓમાંથી ૭ શાળાઓ એવી છે જ્યાં એક પણ કાયમી શિક્ષક નથી, અને આ શાળાઓ અન્ય શાળાઓના ઇન્ચાર્જ શિક્ષકો દ્વારા ચલાવવામાં આવી રહી છે.
આ ઉપરાંત, ૧૨૫ શાળાઓમાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે, જે બાળકોના શિક્ષણના સ્તર પર ગંભીર સવાલો ઊભા કરે છે. તાલુકામાં કુલ ૭૧૫ શિક્ષકોના મહેકમ સામે ૨૩૦થી વધુ શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. એક તરફ સરકાર વિકસિત ભારત વિકસિત ગુજરાત ૨૦૪૭ જેવા લક્ષ્યો અને જન કલ્યાણ શિબિરો યોજી રહી છે, ત્યારે બીજી તરફ વાસ્તવિકતામાં અનેક શાળાઓમાં પૂરતા ઓરડા પણ ઉપલબ્ધ નથી.
વારંવારની રજૂઆતો છતાં શિક્ષકોની ભરતી ન થતા સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ છે. પૂરતા શિક્ષણના અભાવે આદિવાસી બાળકોનું ટેલેન્ટ દબાઈ રહ્યું છે અને તેમનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. બાળકોને એકધાં શિક્ષણ મળતું નથી નસવાડી તાલુકાની બોરવાણી, કુપ્પા, માતોરા, કડીકુવા, બુધાસાંકળ, ઉમરકોઈ, કંડવા કુલ ૭ શાળા ચાર્જમાં ચાલે છે.
આ શાળામાં કોઈ શિક્ષક છે જ નહીં, આજુબાજુની અન્ય શાળામાંથી ચાર્જમાં ચાલે છે. દરરોજ અલગ અલગ શીક્ષકો આવતા હોઇ બાળકોને એકધાં શિક્ષણ મળતું નથી. આ શાળાના બાળકોના ભવિષ્યનું શું ? એક શિક્ષક કેટલું ભણાવે, તત્કાલ સરકાર ધ્યાન આપે શિક્ષણ થકી વૈજ્ઞાનિક ચાંદ ઉપર પહોંચી ગયા પરંતુ અમારા વિસ્તારના બાળકો શિક્ષણની સુવિધાઓને લઈ ઝઝૂમતા હોય એવુ દેખાઈ રહ્યું છે.
વર્ષો જૂની શાળા હજુ નવી નથી બની, એમાંય શિક્ષકો પૂરતા નથી. એક બેન છે તે કેટલું ભણાવે, એ પણ સહાયક છે. એટલે મુખ્ય શિક્ષક જ નથી.
અમારા બાળકોના ભવિષ્યનું શું ? ઈન્ચાર્જ શીક્ષકો બદલાતા રહે તો આ રીતે શું બાળકો ભણશે ? સરકાર તત્કાલ આની નોંધ લેવી જોઈએ અને પૂરતા શીક્ષકો મુકવા જોઈએ. શાળા પ્રવેશ ઉત્સવ પહેલા શાળાની સ્થિતિ અને સુવિધાઓ જુઓ. – દેવેન્દ્રસિંહ સોલંકી, ગ્રામજન, કંડવા નસવાડી તાલુકાની ૭ શાળામા શૂન્ય શિક્ષક, ઈન્ચાર્જ શીક્ષકો શાળા ચલાવવા મજબુર બન્યા છે.