ગોધરા-અમદાવાદ હાઈવે ટુવા ચોકડી પાસે એસ.ટી. બસે અડફેટે બાઈક સવાર ત્રણ પૈકી ચાલકનું મોત

ગોધરા-અમદાવાદ હાઈવે પર આવેલી ટુવા ચોકડી નજીક એક અત્યંત ગમખ્વાર અને કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો છે. દાહોદથી મોરબી તરફ જઈ રહેલી ગુજરાત એસ.ટી. નિગમની બસે એક બાઈકને જોરદાર ટક્કર મારતાં ૩૦ વર્ષીય આશાસ્પદ યુવકનું સારવાર મળે તે પહેલાં જ રસ્તામાં ક‚ણ મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક પર સવાર અન્ય એક વ્યક્તિને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા ઈઈઝટ કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગોધરા તાલુકાના વિઝોરા ગામે રહેતા ૩૦ વર્ષના મનહરસિંહ રતનસિંહ સોલંકી તેમના મિત્ર સાથે ટુવા ગામે એક મરણપ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. સામાજીક વિધિ પતાવીને તેઓ પોતાના બાઈક પર સવાર થઈ ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ટુવા ચોકડી પાસે રોડ ક્રોસ કરતી વખતે દાહોદ-મોરબી ‚ટની એસ.ટી. બસના ચાલકે પોતાના કબજાની બસ પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે, બંને યુવક રોડ પર પટકાતાં તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી

ટક્કર એટલી પ્રચંડ હતી કે, મનહરસિંહ રોડ પર પટકાતાં તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં રસ્તામાં જ તેમણે દમ તોડી દીધો હતો. જુવાનજોધ પુત્રના આકસ્મિક અવસાનથી વિઝોરા ગામ અને સોલંકી પરિવારમાં આક્રંદ અને શોકનું મોજું ફરી વળ્યું છે. મનહરે હોસ્પિટલ પહોંચે તે પહેલાં રસ્તામાં જ દમ તોડી દીધો

આ ઘટનાને પગલે મૃતક મનહરસિંહના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારજનોનો આક્ષેપ છે કે, કાકણપુર પોલીસ આ મામલે પક્ષપાતી વલણ અપનાવી રહી છે.

મૃતકના ભાઈ જયદીપ સોલંકીએ જણાવ્યું હતું કે, કાકણપુર પોલીસે એસ.ટી. બસ ચાલકના જણાવ્યા પ્રમાણે ફરિયાદ લીધી છે. જેમાં લખ્યું છે કે, બાઇકચાલક એટલે કે મારા ભાઈએ ગફલતભરી રીતે બાઈક હંકારી રહ્યો હતો એટલે આ અકસ્માત થયો છે. આ બાબતે પોલીસે અમારી ફરિયાદ લેવાને બદલે અકસ્માત સર્જનાર એસ.ટી. બસના ડ્રાઈવરની ફરિયાદ નોંધી છે. મૃતકના ભાઈનો આક્ષેપ- પોલીસે અમારી ફરિયાદ લેવાને બદલે અકસ્માત સર્જનાર બસડ્રાઈવરની ફરિયાદ નોંધી.

બીજી તરફ આ મામલે કાંકણપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ. કે. ગૂર્જરે જણાવ્યું હતું કે, અકસ્માત અંગે એક જ ફરિયાદ નોંધવાની હોય છે. એસ.ટી. ડ્રાઈવર મોહનસિંહ દેવાભાઈ ચાવડા દ્વારા આપવામાં આવેલી ફરિયાદ નોંધી લેવામાં આવી છે. ઘટનાસ્થળ પરથી મળી આવેલા સીસીટીવી ફૂટેજ અને ડ્રાઈવરની ફરિયાદ બંનેના આધારે પોલીસ દ્વારા આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. કસુરવાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

હાલમાં તો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ સ્થાનિકો અને પરિજનોમાં પોલીસની ન્યાયી પ્રક્રિયા સામે સવાલો ઉઠી રહ્યા છે, અને કસૂરવાર ડ્રાઈવર સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માગ જોર પકડી રહી છે.