પાવાગઢ દર્શન માટે પરિવાર સાથે આવેલ મહિલાનું હાર્ટ એટેકથી સારવાર મળે તે પહેલામોત

યાત્રાધામ પાવાગઢ ખાતે આજે (૧૨ એપ્રિલ) એક હૃદયદ્રાવક ઘટના બની છે. શક્તિપીઠ મહાકાળી માતાજીના દર્શન કરવા આવેલા વાપીના એક પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી. ડુંગર પર દર્શન કર્યા બાદ અચાનક તબિયત બગડતાં એક મહિલા શ્રદ્ધાળુનું હાર્ટએટેકના કારણે મોત નીપજ્યું છે.

મળતી વિગતો અનુસાર, વલસાડ જીલ્લાના વાપી વિસ્તારમાં રહેતા શકુંતલાદેવી નામના મહિલા આજે પોતાના પરિવાર સાથે પાવાગઢ દર્શન કરવા માટે આવ્યા હતા. વહેલી સવારે ઉત્સાહભેર ડુંગર ચઢીને તેઓએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. જોકે, ભક્તિના આ માહોલ વચ્ચે કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું.

માતાજીના દર્શન પૂર્ણ કરી જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક તેમને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો અને તેઓ મંદિર પરિસરમાં જ ઢળી પડ્યા હતા. મહિલા અચાનક બેભાન થઈ જતાં આસપાસના યાત્રાળુઓમાં નાસભાગ અને ચિંતાનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની ગંભીરતા જોઈને ત્યાં હાજર સુરક્ષાકર્મીઓ અને તબીબોની ટીમ તરત જ મદદે દોડી આવી હતી.સ્થળ પર હાજર તબીબી ટીમેPCR (Primary Care Response) દ્વારા તાત્કાલિક સારવાર શ‚ કરી હતી. મહિલાની હાલત વધુ નાજુક જણાતા સુરક્ષા જવાનોએ તેમને ટ્રેચર પર સુવડાવી તાત્કાલિક રોપ-વે સુધી પહોંચાડ્યા હતા. નીચે લાવ્યા બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને હાલોલની રેફરલ (સરકારી) હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ મહિલાની તપાસ કરી હતી, પરંતુ કમનસીબે સારવાર શ‚ થાય તે પહેલા જ તેમનું પ્રાણપંખે‚ ઉડી ગયું હતું. તબીબોએ તેમને ‘બ્રોટ ડેડ’ (મૃત જાહેર) કર્યા હતા. મોતનું પ્રાથમિક કારણ ‘મેસિવ હાર્ટએટેક’ હોવાનું મનાઈ રહ્યું છે.

પરિવાર સાથે હસતાં-રમતાં દર્શન કરવા આવેલી વ્યક્તિની અણધારી વિદાયથી પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. પાવાગઢ પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રે આ અંગે જ‚રી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.