જવાહર ચાવડાના અંગત ટેકેદારોએ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આપ માંથી ઉમેદવારી નોંધાવતા ભાજપ છાવણીમાં ખળભળાટ

જૂનાગઢની રાજનીતિમાં મોટો ફેરફાર જવાહર ચાવડાના ગઢમાં જોવા મળ્યો છે. ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા પક્ષથી નારાજ હોવાની ચર્ચાઓ લાંબા સમયથી ચાલી રહી છે, ત્યારે હવે તેમના અંગત ટેકેદારોએ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આપ માંથી ઉમેદવારી નોંધાવતા ભાજપ છાવણીમાં ખળભળાટ મચી જવા પામ્યોછે. આપ દ્વારા જાહેર કરાયેલી ઉમેદ વારોની પ્રથમ યાદૃીમાં આ ટેકેદારોના નામ હોવાથી ભાજપને મોટું નુકસાન થવાની ભીતિ છે.

બીજી તરફ, આમ આદમી પાર્ટીના આક્રમક પ્રચાર અને વહેલી ઉમેદૃવાર જાહેરાત સામે વળતો પ્રહાર કરવા માટે પ્રદૃેશ ભાજપ પ્રમુખ જગદૃીશ વિશ્ર્વકર્મા મેદાને ઉતર્યા છે. તેઓ શનિવારે જૂનાગઢ જિલ્લાના પ્રવાસે છે, જ્યાં તેઓ સવારે માણાવદરમાં કાર્યકર્તા સંમેલન સંબોધશે. બપોર બાદ વિસાવદરમાં પક્ષના કાર્યકર્તાઓ સાથે એક બેઠક કરીને વાતાલાપ કરશે. આ કાર્યકર્તા સંમેલન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પક્ષમાં ફેલાયેલી આંતરિક નારાજગીને દૃૂર કરવી અને સંગઠનને ફરી બેઠું કરવાનો છે. ખાસ કરીને જ્યાં ’આપ’નું સંગઠન મજબૂત છે તેવા વિસ્તારોમાં ભાજપ પોતાનો કિલ્લો બચાવવા મથામણ કરી રહૃાું છે.

ગુજરાતમાં આમ આદૃમી પાર્ટીએ અન્ય પાર્ટીઓ કરતા વહેલી ઉમેદવારોની યાદી જાહેર કરીને ભાજપ પર દૃબાણ વધાર્યું છે. ’છછઁ’નું ફોકસ જૂનાગઢ પર વધુ જોવા મળી રહૃાું છે, કારણ કે વિસાવદર જેવા વિસ્તારો પોતાના ધારાસભ્યો અને મજબૂત પકડ ધરાવતા વિસ્તારો છે. રાજકીય પંડિતોનું માનવું છે કે, ભાજપના અસંતુષ્ટ નેતાઓને પોતાની તરફ ખેંચીને ’આપ’ આ વખતે જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં મોટો ઉલટફેર કરી શકે છે.

નોંધનીય છે કે, માણાવદર અને વિસાવદર બેઠકો માત્ર ચૂંટણીલક્ષી નહીં, પણ ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. એક તરફ જવાહર ચાવડાની નારાજગી અને બીજી તરફ ગોપાલ ઈટાલિયાના હોમગ્રાઉન્ડ પર ભાજપની શાખ બચાવવાનો મોટો પડકાર છે. હવે જોવાનું એ રહેશે કે જગદીશ વિશ્ર્વકર્માનું આ સંમેલન કાર્યકર્તાઓમાં કેટલો ઉત્સાહ ભરી શકે છે.