મમતાએ મુસ્લિમો માટે કંઈ કર્યું નથી, ભાજપે ફક્ત ટીએમસીના રાજકારણને કારણે પ્રગતિ કરી છે, ઓવૈસી

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર વેગ પકડી રહૃાો છે. દરમિયાન,એઆઇએમઆઇએમના વડા અસદૃુદ્દીન ઓવૈસીએ જાહેરાત કરી કે તેઓ હુમાયુ કબીર સાથે જોડાણ કરીને ચૂંટણી લડશે. તેમણે કહૃાું કે તેઓ સાથે મળીને ચૂંટણી લડી રહૃાા છે. અમે બેઠક પણ નક્કી કરી છે. અમે ઇચ્છીએ છીએ કે મુસ્લિમ નેતૃત્વ અહીં ઉભરી આવે, કારણ કે બંગાળમાં લઘુમતીઓનો વિકાસ એક મુખ્ય મુદ્દો છે. તેમણે એમ પણ કહૃાું કે મુખ્યમંત્રી મમતા બેનર્જીની રાજનીતિએ પશ્ર્ચિમ બંગાળમાં ભાજપને વિકાસ કરવામાં મદૃદૃ કરી છે.

ટીએમસી અને ભાજપ સામે બીજા ચૂંટણી જોડાણની જાહેરાત કરતા ઓવૈસીએ કહૃાું, “અમે સાથે મળીને ચૂંટણી લડી રહૃાા છીએ. અમે અમારી વચ્ચે બેઠકો પણ નક્કી કરી લીધી છે. હાલમાં એક કે બે બેઠકો અંગે ચર્ચા ચાલી રહી છે. અમે ઇચ્છીએ છીએ કે મુસ્લિમ નેતૃત્વ અહીં ઉભરી આવે કારણ કે બંગાળમાં લઘુમતીઓનો વિકાસ એક મુખ્ય મુદ્દો છે.” મુર્શિદૃાબાદ જિલ્લામાં તેમની પ્રસ્તાવિત બાબરી શૈલીની મસ્જિદૃના વિવાદ વચ્ચે ટીએમસીથી અલગ થયેલા હુમાયુએ આમ જનતા ઉન્નયન પાર્ટીની રચના કરી. આ વખતે, એજેયુપી એઆઇએમઆઇએમ સાથે જોડાણ કરીને ચૂંટણી લડી રહી છે.

હુમાયુ કબીર, ઓવૈસી સાથે સ્ટેજ શેર કરતા કહૃાું, એજેયુપીએ એઆઇએમઆઇએમ સાથે ગઠબંધન કર્યું છે. અમે આગામી ચૂંટણી લડીશું. હું આજે કેટલાક વધુ ઉમેદવારોના નામ જાહેર કરીશ. એઆઇએમઆઇએમ તે કઈ બેઠકો પર ચૂંટણી લડશે તેની પણ જાહેરાત કરશે.” તેમણે ઉમેર્યું કે ઓવૈસી મુર્શિદૃાબાદૃથી પોતાનો ચૂંટણી પ્રચાર શ‚ કરશે અને ઓછામાં ઓછી ૨૦ રેલીઓ કરશે. તેઓ કોલકાતામાં પણ એક રેલી કરશે. પહેલી રેલી ૧ એપ્રિલે બહેરામપુરમાં શ‚ થશે.

ઓવૈસીએ કહૃાું, “આ ગઠબંધનને સફળ બનાવવા માટે અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. અમે પહેલાથી જ નક્કી કરી લીધું છે કે અમે કેટલી બેઠકો પર ચૂંટણી લડીશું. અમે મુસ્લિમ લઘુમતીઓને નેતૃત્વ પૂરું પાડવા માટે કામ કરીશું.” હુમાયુએ એવો પણ દાવો કર્યો, “આ ગઠબંધન તૂટશે નહીં. અમે સાથે મળીને સંસદૃીય ચૂંટણી લડીશું.”

એઆઇએમઆઇએમ નેતા ઓવૈસીએ જાહેર કર્યું, “હુમાયુ પોતાનું નામાંકન દૃાખલ કરશે ત્યારે હું હાજર રહીશ.” તેમણે કહૃાું કે જો તમે કુરાન વાંચો છો, તો મસ્જિદૃો બનાવવી અને તેનું રક્ષણ કરવું દરેક મુસ્લિમનું કર્તવ્ય છે. અમારો મુખ્ય એજન્ડા મુસ્લિમ સશક્તિકરણ છે. મેં પહેલા કહૃાું છે કે બાબરી મસ્જિદનો ચુકાદૃો આસ્થા પર આધારિત હતો.

ઓવૈસીએ કહૃાું, “બંગાળમાં ફક્ત ૭ ટકા મુસ્લિમો સરકારી નોકરીઓ ધરાવે છે. માલદા અને મુર્શિદા બાદ પાણીની સમસ્યાનો સામનો કરે છે. ટીએમસીએ અમારા મતો લીધા અને નેતા બન્યા. ફક્ત નમાજ પઢવાથી ભૂખમરાની સમસ્યા હલ થઈ શકતી નથી. મુસ્લિમોનું શોષણ થયું છે. અમે આત્મસન્માન વિશે વાત કરી રહૃાા છીએ.”

મુખ્યમંત્રી પદના ઉમેદવાર અંગે ઓવૈસીએ કહૃાું, “અમે નક્કી કરીશું કે મુખ્યમંત્રી કોણ બનશે. અમે મુખ્યમંત્રી પદ માટે લડીશું.” ૨૯૪ સભ્યોની પશ્ર્ચિમ બંગાળ વિધાનસભા માટે મતદાન ૨૩ અને ૨૯ એપ્રિલના રોજ બે તબક્કામાં થશે અને મતગણતરી ૪ મેના રોજ થશે.

એઆઇએમઆઇએમના વડા અસદૃુદ્દીન ઓવૈસીએ મમતા બેનર્જી અને ટીએમસી પર મુસ્લિમ મતો મેળવવાનો આરોપ લગાવ્યો પરંતુ સમુદાય માટે કંઈ કર્યું નહીં. તેમણે કહૃાું કે મુખ્યમંત્રી મમતા બેનર્જીની રાજનીતિએ પશ્ચિમ બંગાળમાં ભાજપને વિકાસ કરવામાં મદદ કરી છે.

કોલકાતામાં એક પત્રકાર પરિષદમાં ઓવૈસીએ દૃાવો કર્યો કે બંગાળના લોકો ગૂંગળામણ અનુભવી રહૃાા છે, અને તેમની પાર્ટી હુમાયુ કબીરની એજેયુપી સાથે જોડાઈ છે જેથી તેઓ જે વિકલ્પ શોધી રહૃાા છે તે પૂરો પાડી શકાય. તેમણે કહૃાું, “હુમાયુ સાથેના અમારા જોડાણનો હેતુ પશ્ર્ચિમ બંગાળમાં નબળા વર્ગોના શોષણને રોકવાનો અને તેમને સશક્ત બનાવવાનો છે.”તેમણે વધુમાં કહૃાું, “અમારું ગઠબંધન મુસ્લિમોના રાજકીય નેતૃત્વને મજબૂત બનાવવાનો પણ પ્રયાસ કરશે.” ઓવૈસીએ એવો પણ દાવો કર્યો હતો કે રાજ્યમાં લઘુમતીઓનો વિકાસ એક મુખ્ય મુદ્દો છે.

રાજ્યમાં તેમના પક્ષની હાજરી ભાજપને ફાયદો કરાવશે કે કેમ તે પૂછવામાં આવતા, ઓવૈસીએ કહૃાું, “લોકશાહીમાં, લોકો તેમની પસંદગીના પક્ષને મત આપવા માટે સ્વતંત્ર છે.” હુમાયુએ દાવો કર્યો હતો કે જો કોઈને ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી (ખંડિત જનાદૃેશ) ન મળે, તો આ ગઠબંધન સરકાર બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. તેમણે અગાઉ જણાવ્યું હતું કે ગઠબંધન વિધાનસભા ચૂંટણીમાં ૧૮૨ બેઠકો પર ચૂંટણી લડશે.