વરોડ ટોલ ઓથોરિટીની મનમાની સામે લોકલ વાહનચાલકોમાં રોષ ટોલ ટેક્સ મુદ્દો ફરી ચર્ચામાં

લોકલ વાહનોથી જબરદસ્તી વસૂલાત, તુ-તુ મેં ના દ્રશ્યો રોજિંદા આગેવાનોની મૌન ભૂમિકા પર પ્રશ્ર્નચિન્હ.

વરોડ ટોલ નાકું, ગુરૂ ગોવિંદ લીમડી તાલુકામાં વર્ષોથી વિવાદનું કેન્દ્ર રહ્યું છે. ટોલ ઓથોરિટી દ્વારા લોકલ વાહનચાલકો પાસેથી જબરજસ્તી ટેક્સ વસૂલી કરવામાં આવતો હોવાના આક્ષેપો સતત સાંભળવા મળે છે. અગાઉ લાંબા સમય સુધી લોકલ વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવતી હતી, પરંતુ છેલ્લા એક વર્ષથી માસિક પાસ કઢાવવા દબાણ તથા ટોલ ટેક્સની ફરજીયાત વસૂલીસ્થાનિકોમાં અસંતોષ ઉકળતો કરી રહી છે.

ટોલ પર દરેક થોડા દિવસો બાદ વાહ ચાલકો અને કર્મચારીઓ વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાય છે, ગાળો-ગાળી સ્વરૂપે નાનાં-મોટા વાદવિવાદો જોવા મળે છે. ઘણીવાર લોકો ઉતાવળમાં હોય હોવાથી ઝઘડામાં પડવા કરતાં ટેક્સ ચૂકવી આગળ વધવા મજબૂર થાય છે, જેના કારણે મનદુ:ખ વધુ ગહન બને છે.

લોકલ વાહનો માટે પહેલાથી ફ્રી હવે જબરદસ્તી ચાર્જ કેમ ? જવાબદારી કોણની ? સ્થાનિકોનો મુખ્ય સવાલ છે

જે સુવિધા વર્ષોથી લોકલને ફ્રી હતી, તે અચાનક ચાર્જ સાથે કેમ ?

લોકલ હોવા છતાં ફાસ્ટેગમાંથી રૂપિયા કાપાય છે આ ન્યાય છે ?

ટોલ કર્મચારીઓ દ્વારા માસિક પાસ લેવા દબાણ લોકલ પ્રૂફ હોવા છતાં ચાર્જ, અને ઘણી વખત ફાસ્ટેગથી ઓટોમેટિક કપાતઆ બધાને કારણે લોકલ લોકો શોષણ અનુભવી રહ્યા છે.

રાજકીય નેતાઓ આગેવાનો મૌન કેમ ?

એક તરફ લોકલ જનતા ન્યાયની માંગ સાથે મુખર છે, બીજી તરફ તાલુકા-

જીલ્લા સ્તરના આગેવાનો આ વિષય પર કોઈ સ્પષ્ટ વલણ નથી અપતા રહ્યા. ટોલ ટેક્સ મુદ્દે

કોઈ રાજકીય ટીમ દ્વારા આગેવાની લેતી નજરે નથી પડતી,

કોઈ લેખિત રજૂઆત અથવા ઠોસ ચળવળ દેખાતી નથી,

અને ક્ષયશવિંયિ ટોલ મેનેજમેન્ટ ક્ષજ્ઞિ વશલવયિ ફીવિંજ્ઞશિિું દ્વારા જનસમર્થક નિર્ણય આવ્યો નથી.

આ મૌનમાં જ સમસ્યા વધુ ગંભીર બની રહી છે.

તાલુકાના વાહનચાલકોનો સવાલ મુક્તિ ક્યારે મળશે ?

ઝાલોદલીમડી વિસ્તારના હજારો નાગરિકો રોજિંદા આ ટોલનો ઉપયોગ કરે છે. જો લોકલ હોવાના અધિકાર સાથે તેમને છૂટ આપવામાં આવતી હોય, તો:

એ સુવિધા પાછી શા માટે ન મળવી જોઈએ ?

દબાણ, જબરજસ્તી વસૂલાત શું કાનૂની રીતે યોગ્ય છે ?

ટોલ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા કોણ આગળ આવશે ?
જનતાનું એક જ માગણું
લોકલ વાહનોને કાયમી ટોલ મુક્તિ, અથવા તો સુવ્યવસ્થિત અભિગમથી યોગ્ય નિયમોની જાહેર વરોડ ટોલ નાકાની આ સમસ્યા માત્ર ટેક્સ નહીં, પરંતુ સ્થાનિક અધિકાર, ન્યાય અને વ્યવસ્થાની વાત છે. હવે સમય છે કે પ્રશાસન, ટોલ મેનેજમેન્ટ તેમજ રાજકીય આગેવાનો આ મુદ્દાને ગંભીરતાથી લઈ જનહિતમાં સમાધાન લાવે.
સ્થાનિક વાહનચાલકોની નજર હવે જવાબની રાહ જોઈ રહી છે. ટોલ માફીનો નિર્ણય આવશે ક્યારે ? હક્કની લડત કોણ લડશે ?