બહાદરપુર હાઈસ્કૂલમાં માતૃભાષા મહોત્સવ યોજાયો

બહાદરપુર દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ નિલય પંચાલ, શિક્ષકગણ, ટ્રસ્ટીઓ તેમજ મુખ્ય મહેમાનો પ્રોફે. ડો. રાજેશભાઈ કાગરા અને પ્રોફે. ડો. સાધના ટાંક ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરીને કાર્યક્રમની શ‚આત કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને માતૃભાષા દિવસનું મહત્વ સમજાવ્યું હતું અને ગુજરાતી ભાષા પર વધુ ભાર મૂકવા જણાવ્યું હતું.

મુખ્ય મહેમાનોએ દરેક વ્યક્તિને સમાચારપત્રો મંગાવીને વાંચન પર ધ્યાન આપવા સૂચન કર્યું હતું. કૃતિઓ રજૂ કરનાર વિદ્યાર્થીનીઓને રોકડ ઇનામ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.