લીમખેડા તાલુકાના ઉસરા પીપલાપાણીના બ્રિજની ચાલુ કામગીરીની મુલાકાત લેતા સાંસદ

લીમખેડા તાલુકાના ઉસરા પીપલાપાણીના ખાતે માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા મંજૂર થયેલ બ્રિજની કામગીરી કરવામાં આવી રહી છે. બ્રિજની કામગીરી પુર્ણતાને આરે હોવાથી સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, સહિતના પદાધિકારીઓએ બ્રિજની ચાલી રહેલી કામગીરીની મુલાકાત લીધી હતી. સાથે જ સાંસદ એ કામગીરી તાકીદે પૂર્ણ કરવા વહીવટી તંત્રના અધિકારીઓને જણાવ્યું હતું.