
ગોધરા તાલુકાના મહુલીયા ગામે નાયરા પેટ્રોલ પંપ પાસે એલ.સી.બી. પોલીસે નાકાબંધી કરી વાહન ચેકીંગમાં હોય દરમિયાન આરોપી મારૂતી વાન નં. જીજે.૧૬.એપી.૬૧૬૩માં ભંગારના સામાનની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ કવાટરીયા તથા બીયર ટીન મળી કુલરૂ.૨,૬૦,૩૧૬/-નો દારૂ અને વાહન મળી કુલ રૂ.૩,૬૦,૩૧૬/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
ગોધરા એલ.સી.બી. પોલીસ મહુલીયા ગામે નાયરા પેટ્રોલ પંપ પાસે નાકાબંધી કરી વાહન ચેકીંગમાં હતા. દરમિયાન આરોપીઓ અસરફ શોકત ભોલા (રહે. વેજલપુર, ખેડા ફળીયા), તોસીફ હુસેન સુફીયા (રહે. રહેમતનગર હરીદ મસ્જીદ પાસે, ગોધરા) પોતાની મારૂતી વાન નંબર જીજે.૧૬.એપી. ૬૧૬૩માં ભંગારના સામાનની આડમાં લઈ જતા હોય અને તોફીક જાડી(રહે. રહેમતનગર, ગોધરા) પાયોલીંટીગ કરી વિદેશી દારૂ લઈ જતા હોય પોલીસે રોકી તપાસ કરતાં વાન માંથી વિદેશી દારૂના કવાટરીયા તથા બીયર ટીન મળી કુલ નંગ-૧૧૬૬ કિંમત રૂ.૨,૬૦,૩૧૬/-નો દારૂનો જથ્થો તેમજ વાન મળી કુલ રૂ.૩,૬૦,૩૧૬/-ના મુદ્દામાલ સાથે અસરફ શોકત ભોલા, તોસીફ હુસેન સુડીયાને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે કાર્યવાહી દરમિયાન પાયોલીંગ કરનાર તોફીક જાડી નાશી છુટીયો હતો. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.