
આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ રાજીનામું આપી ગોપાલ ઈટાલિયા અને અને મનોજ સોરઠીયા પર સણસણતા આક્ષેપો કર્યા છે. તમામ આક્ષેપોને મનોજ સોરઠીયાએ પાયાવિહોણા ગણાવ્યા છે. તો સાથે જ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, રાજુભાઈએ જેલના ડરથી ગુજરાતના લોકો અને ખેડૂતોનો વિશ્વાસ તોડ્યો છે.
આપમાંથી છેડો ફાડ્યા બાદ રાજુ કરપડાએ આપ પર જારદાર પ્રહાર કર્યા છે. રાજુ કરપડાએ કહ્યું ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને પતાવી નાંખશે. કરપડાએ કહ્યું કે, ગોપાલ ઈટાલિયા તો આપને ગુજરાતમાં ઉભી જ નહીં થવા દે. હું જેલમાંથી જેલ બહાર ન આવું તેવી કેટલાક નેતાઓની માનસિકતા હતી. જેલમાં અમને કોઈ કાનુની મદદ મળી નહોતી. જેલમાં કોઈ સારા વકીલને પણ આપના નેતાઓએ મોકલ્યા નહીં. આમ આદમી પાર્ટીએ ખેડૂતોની કોઈ મદદ કરી નહીં હું જયારે જેલમાં હતો ત્યારે જ રાજીનામું આપવા વિચારી લીધુ હતું. રાજુ કરપડાએ રાજીનામું આપ્યા બાદ કર્યા આમઆદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું, જેલમાં બંધ થયેલા ખેડૂતોને બચાવવા આપે કોઈ પ્રયાસ ન કર્યા.. પ્રદેશના કેટલાક નેતાએ ભાવનગર કેસમાં મને ફસાવવા પ્રયત્નો કર્યા. તો રાજુ કપરડાના આક્ષેપો પર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ જવાબ આપ્યો છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, રાજુભાઈ આજે અમારી પાર્ટીમાં નથી એનું દુઃખ છે. સાથે જ તેઓએ પાર્ટીમાં રહી જે કામ કર્યું એ માટે એમનો અને એમના પરીવારનો ખૂબ ખૂબ આભાર. એક સમય હતો જ્યારે રાજુભાઈ મારી પાસે બેસીને ભાજપ સામે લડતા હતા. પણ આજે તેઓએ જે શબ્દો કહ્યા એ એમના અંતરના શબ્દો નથી, પણ તેઓને પકડાવવામાં આવેલી સ્ક્રપ્ટ મુજબના છે. આજે તેમના ચહેરા પર ડર અને ગ્લાનિ છે. તેમની સામે જુદા જુદા કોર્ટ કેસ છે, જે પૈકીના ૨ કેસની સુનાવણી આજે સુરેન્દ્રનગર કોર્ટમાં હતી. આજે ફાઈનલ હિયરિંગ હતું. ભાજપ તરફથી તેમને ધમકી આપવામાં આવી કે આજે પ્રેસ નહીં કરો તો કોર્ટમાં કઈ પણ થઈ શકે છે. આજે મજબૂરી અને ડરના કારણે તેઓએ પ્રેસ કરી છે.
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, રાજુભાઈએ ભાજપનો હાથો બની ગુજરાતના ખેડૂતોના નિઃસાશા લેવાનું કામ કર્યું છે. કોઈ પણ પાર્ટીમાં આંતરિક વિવાદ થતો હોય છે પણ તેઓએ ખેડૂતો માટેની લડાઈ અધૂરી મૂકી દીધી. તેઓએ અમે તેમને લિગલ મદદ ન હતી કરી એવા આરોપ મૂક્્યા. એ હકીકત નથી. તેમના કેસમાં નાનાથી લઈ રાષ્ટીય સ્તર સુધીના વકીલો તેઓને રૂબરૂ મળ્યા હતા. પોલીસ અને સરકારી વકીલોની ગેરહાજરીના કારણે તેમના કેસમાં અનેક તારીખો પડી હતી. પોતે જેલમાંથી બચવા ખેડૂતોની લડાઈ સાથે બાંધછોડ કરી. મારી સામે વાંધો હોય તો પાર્ટીમાં ઉપર રજૂઆત કરી શક્્યા હોત, પણ ખેડૂતો સાથે દગો ન્હોતો કરવો જાઈતો હતો.
તેઓએ કહ્યું કે, બોટાદના કળદા કાંડમાં હું મદદ ન્હોતો કરતો એવા આરોપ છે, પણ એ સમયે હું તેમની સાથે કયા હતો એ તમામે ખબર છે. એ સમયે રાજકોટમાં જાહેર સભા હતી. હું તેમને મર્દ માણસ માનતો હતો. પણ તેઓ આજે ભાજપની ભાષા બોલે છે. વધુ ખુલાસા કરવા યોગ્ય નથી, સમય સમયની વાત છે. પણ જેલની બીક માત્રથી ખેડૂતો સાથે દગો કરવો જાઈતો ન્હોતો. જેલમાં ફક્ત તેઓ એકલા ન્હાતા, પ્રદેશ લેવલના ૧૦ લોકો પણ હતા. રાજુભાઈ સિવાય અન્ય એકેયને લીગલ ટીમ મામલે વાંધો નહોતો. પણ માત્ર જેલમાં જવાના ડરે અને તેમની સામેના કેસમાં આજે આખરી હાયરિંગ હતું એના ડરથી તેઓએ પ્રેસ કરી.
વધુમાં ગોપાલ ઈટાલિયાએ કહૃાું કે, રાજુ ભાઈને જેલમાં કયા આઇપીએસ ઓફિસર કેટલા કલાક મળ્યા એની અમને જાણ છે. રાજુભાઈએ ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે અંગત મુલાકાત કરી મોટો સોદૃો કર્યો છે. રાજુ ભાઈ કરપડાના સમર્થનમાં અરિંવદૃ કેજરીવાલ અને ભગવત માન દ્વારા જાહેર સભા કરાઈ હતી. આ સભાનું સ્થળ રાજુ ભાઈના પરિવારે જે નક્કી કર્યું હતું, તેમના માટે પાર્ટી કરોડો ખર્ચીને સભા કરી હતી. એમને એમ હતું કે તેઓ લડાયક મિજાજ ધરાવે છે, પણ ફક્ત જેલમાં જવાના ડરે તેઓ પ્રેસ કરી હળાહળ જુઠ્ઠું બોલ્યા છે. મારા પર કીચડ ઉછાળે એમ મને કોઈ વાંધો નથી. ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર આક્ષેપ મૂકતા કહૃાું કે, કેટલાય લોકો જુદૃી જુદૃી પાર્ટીમાંથી ભાજપમાં ગયા છે. આવા તમામ લોકો ભાજપના અને જેલમાં જવાના ડરથી આરોપો લગાવતા આવ્યા છે. જો આજે રાજુભાઈ પ્રેસ ન કરતા તો ક્યાંક તેમના અન્યની કોર્ટ કાર્યવાહી કઈક અલગ હોઈ શકી હોત. આજે ભાજપની સ્ક્રિપ્ટ મુજબ પ્રેસ કરી એટલે તેઓને ક્યાંક રાહત મળશે. પ્રવિણ રામ, ચૈતર વસાવા જેવા મરદૃના માણસો અમારી પાસે છે. રાજુ ભાઈ અને પ્રવીણ ભાઈને એકજ દિૃવસે જામીન મળ્યા છે. જેલ નિયમ મુજબ સૂર્યાસ્ત બાદૃ કોઈ કેદૃીને બહાર લવાતા નથી, તો રાજુભાઈને કેમ મોડી રાતે બહાર કાઢવામાં આવ્યા? રાજુ ભાઈએ જેલના ડરથી ગુજરાતના લોકો અને ખેડૂતોનો વિશ્ર્વાસ તોડ્યો છે