
૧૫ ફેબ્રુઆરી, રવિવારના દિવસે મહાશિવરાત્રિનું પર્વ છે. આ દિવસે ભગવાન શિવના દર્શન કરવા માટે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં લાખો ભક્તો જવાના છે. ત્યારે ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્રએ સંપૂર્ણ તૈયારી કરી છે.
મંદિૃરના અધિકારીઓએ જણાવ્યું કે તાજેતરમાં સોમનાથ સ્વાભિમાન પર્વ બાદ મંદિૃરમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થયો છે. વિશ્ર્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના મહાશિવરાત્રિના ઉત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મંદિૃર તંત્ર પ્રમાણે આ દિવસે પાંચ લાખ જેટલા ભક્તો દૃર્શન માટે આવી શકે છે.
આ વર્ષે શ્રદ્ધાળુઓની ભારે ભીડની આશંકાને ધ્યાનમાં રાખતા મંદિૃર તંત્ર અને સ્થાનિક અધિકારી સુરક્ષા અને સુવિધાઓની વ્યાપક વ્યવસ્થા કરી રહૃાાં છે. સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન ૮થી ૧૧ જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય સ્મૃતિ દિવસના પમાં કરવામાં આવ્યું હતું. પીએમ મોદૃી પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.
ગિર સોમનાથના કલેક્ટર એનવી ઉપાધ્યાયે જાણકારી આપતા કહૃાુ કે સોમનાથ સ્વાભિમાન પર્વ બાદૃ શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થયો છે. સામાન્ય દિવસોમાં આશરે ૨૦ હજાર શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન માટે આવતા હતા, પરંતુ હવે તેની સંખ્યા ૭૫ હજારથી વધુ થઈ ગઈ છે.આવનાર મહાશિવરાત્રિના પર્વ પર આશરે પાંચ લાખ ભક્તો દર્શન માટે આવી શકે તેવી સંભાવના છે.
સોમનાથ મંદિરમાં ભીડને કંટ્રોલ કરવા અને સારી રીતે દૃર્શન થઈ શકે તે માટે તંત્ર દ્વારા ઘણા ઉપાય કરવામાં આવ્યા છે. સુરક્ષા તપાસ દ્વારની સંખ્યા ૬થી વધારી ૧૦ કરી દૃેવામાં આવી છે. ભક્તોની અવરજવર યથાવત રહે તે માટે એક તરફથી પ્રવેશ અને એક તરફથી બહાર નીકળવાની યોજના બનાવવામાં આવી છે.
કોઈ ઈમરજન્સી સ્થિતિનો સામનો કરવા માટે સ્વાસ્થ્ય ટીમ ૨૪ કલાક તૈનાત રહેશે. તેમણે કહૃાું કે મંદિૃરના પાર્કિંગ એરિયામાં સામુદૃાયિક રસોઈનું આયોજન કરવામાં આવશે. આ દૃરમિયાન ગુજરાત પર્યટન વિભાગે ૧૪, ૧૫ અને ૧૬ ફેબ્રુઆરીએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અધિકારીઓએ જાણકારી આપી છે કે કૈલાશ ખેર સહિત દિગ્ગજ ગાયકો મંદિર પરિસરની પાસે એક મેદૃાનમાં પ્રસ્તુતિ આપશે.