
અમે ક્રિકેટ માટે મેદાનમાં પરસેવો વહાવ્યો છે અને એસી રૂમમાં બેસી નથી રહ્યા તેવો જવાબ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરેએ વડોદરા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીમાં તેમની સામે મેદાનમા ઉતરેલા રોયલ સત્યમેવ જૂધને આપ્યો છે.
આમ વડોદરા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી પૂર્વે રાજકીય હલચલ તીવ્ર બનતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. રિવાઇવલ ગ્રુપની બેઠક પછી ક્રિકેટ રાજકારણમાં હલચલ મચી ગઈ છે. રિવાઇવલ ગ્રુપની બેઠકમાં ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર કિરણ મોરએ હરીફ પક્ષ રોયલ સત્યમેવ જયતે જૂથની ઝાટકણી કાઢી હતી.
કિરણો મોરેએ પોતે બરોડા ક્રિકેટ એસોસિયેશનની નિસ્વાર્થભાવે સેવા કરી હોવાનો દાવો કર્યો હતો. આ બેઠકમાં બરોડા ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ પ્રણવ અમીન પણ હાજર રહ્યા હતા. આગામી ચૂંટણીમાં મુકાબલો તેજ બને તેમ માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે વર્તમાન જૂથ સામે પડેલા હરીફ જૂથને ભૂતપૂર્વ રાજવી પરિવાર ગાયકવાડ કુટુંબનું સમર્થન છે. આ ગ્રુપ રોયલ ગ્રુપ છે અને તેની બેઠક થોડા સમય પહેલાં યોજાઈ હતી.
રોયલ ગ્રુપના શક્તિ પ્રદર્શનમાં પ્રમુખપદના ઉમેદવાર દર્શન બેંકર, ભૂતપૂર્વ બીસીસીઆઇ સચિવ સંજય પટેલ, અનંત ઇન્દુલકર, જતીન વકીલ અને અન્ય સહિત મોટી સંખ્યામાં નેતાઓ અને બીસીએ સભ્યો હાજર રહ્યા હતા. દર વર્ષે નિયમિતપણે યોજાતી ચૂંટણીઓ આ વખતે મહાશિવરાત્રી પર યોજાઈ હતી તે હકીકતે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. આને લઈને શંકાકુશંકાનું વાતાવરણ પણ પ્રવર્તે છે. વર્તમાન જૂથે પોતાનું અસ્તિત્વ જાળવવા કોઈ નવો જ ખેલ કર્યો છે તેવો સવાલ પણ તેમણે પૂછ્યો હતો.
૧૫ ફેબ્રુઆરીએ યોજાનારી વડોદૃરા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી પહેલા, રોયલ સત્યમેવ જયતે ગ્રુપે રવિવાર રાત્રે, પહેલી ફેબ્રુઆરી, વડોદૃરાના સયાજી વિહાર ક્લબ ખાતે શક્તિ પ્રદૃર્શન કર્યું. રોયલ અને સત્યમેવ જયતે ગ્રુપના પ્રમુખપદૃના ઉમેદૃવાર દૃર્શન બેંકર, રોયલ ગ્રુપના નેતા અને વડોદૃરાના મહારાજા સમરજીતિંસહ ગાયકવાડ, બીસીસીઆઈના ભૂતપૂર્વ સચિવ સંજય પટેલ, અનંત ઇન્દૃુલકર, જતીન વકીલ અને મોટી સંખ્યામાં નેતાઓ અને બીસીએ સભ્યો હાજર રહૃાા હતા.
ઉમેદવારો અને સભ્યોએ તેમના ભાષણોમાં જણાવ્યું હતું કે છેલ્લા ૧૦ વર્ષમાં વડોદરામાં ક્રિકેટનું સ્તર નોંધપાત્ર રીતે ઘટ્યું છે. હાર્દિક પંડ્યા પછી, વડોદરામાંથી કોઈ મોટો ક્રિકેટર ઉભરી આવ્યો નથી. ખેલાડીઓ ઝોનલ કે રાષ્ટ્રીય ટીમોમાં પહોંચી શકતા નથી. તેમણે રિવાઇવલ ગ્રુપ પર “અયોગ્ય પાત્રો” હોવાનો પણ આરોપ લગાવ્યો. રોયલ સત્યમેવ જયતે ગ્રુપના પ્રમુખપદના ઉમેદવાર દર્શન બેંકરે જણાવ્યું હતું કે, “આજે મ્ઝ્રછ સભ્યો સાથે અમારી પહેલી બેઠક હતી. અમે મ્ઝ્રછમાં શું કરવા માંગીએ છીએ અને અત્યાર સુધી શું ખોટું થઈ રહ્યું છે તેના પર અમારા વિચારો શેર કર્યા. જોકે આ બેઠક ટૂંકી સૂચના પર યોજાઈ હતી, પરંતુ સભ્યોમાં ઘણો ઉત્સાહ છે.”આઇપીએલમાં વડોદરાના ખેલાડીઓની પસંદગી પણ ઘટી રહી છે.”