
મહેસાણા જિલ્લાના કડી તાલુકા પંથકમાં જીવદૃયા પ્રેમીઓ અને હિન્દૃુ સંગઠનોમાં ભારે રોષની લાગણી જન્માવતી એક અત્યંત શરમજનક અને દૃયદ્રાવક ઘટના સામે આવી છે. કડી અને અલદૃેસણ ગામની વચ્ચે આવેલી સીમમાં, અવાવરુ ખેતરોમાં ગૌવંશની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનું કૌભાંડ ગ્રામજનોની જાગકતાને કારણે પ્રકાશમાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિૃવસોથી ચાલી રહેલી આ ગેરકાયદૃેસર પ્રવૃત્તિનો પર્દૃાફાશ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા ઘટનાસ્થળે દૃોડી આવ્યા હતા અને પોલીસ તંત્રને કડક હાથે કામ લેવા સૂચના આપી હતી.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અલદૃેસણ અને કડી વચ્ચેના ખેતરોમાં છેલ્લા એક અઠવાડિયાથી રાત્રિના અંધકારમાં શંકાસ્પદૃ હિલચાલ જોવા મળતી હતી. ગૌરક્ષકો અને સ્થાનિક યુવાનોને ખેતરોમાંથી ગૌવંશના અવશેષો મળી આવતા તેઓ સતર્ક થયા હતા. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગામના જાગૃત યુવાનોએ રાત્રિના સમયે વોચ (પેટ્રોિંલગ) ગોઠવી હતી.
ગઈકાલે મધરાતે જ્યારે ગ્રામજનો વોચમાં હતા ત્યારે તેમણે જોયું કે કેટલાક અસામાજિક તત્વો ગાયોને કાપી રહૃાા હતા. ગ્રામજનોએ આ દ્રશ્ય જોતા જ તેઓ સ્થળ પર દૃોડી ગયા હતા. જોકે, ગ્રામજનોને આવતા જોઈને ગૌતસ્કરો અને કસાઈઓ અંધારાનો લાભ લઈ પોતાની સીએનજી રિક્ષા અને હથિયારો ત્યાં જ મૂકીને ભાગી છૂટ્યા હતા. પ્રત્યક્ષદૃર્શીઓના જણાવ્યા મુજબ, સ્થળ પર ત્રણ જેટલી ગાયોની હત્યા કરાયેલી હાલતમાં મળી આવી હતી, જ્યારે અન્ય ગાયોને પણ ઇજાઓ પહોંચાડવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને જોતા કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા તાત્કાલિક અસરથી અલદૃેસણની સીમમાં પહોંચ્યા હતા. તેમણે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “આ ઘટના અત્યંત િંનદૃનીય છે. અલદૃેસણ ગામની સીમમાં અને કડી-અલદૃેસણ વચ્ચેના ખેતરોમાં છેલ્લા બે-ત્રણ દિૃવસથી ગાયો કાપવાનું કૃત્ય ચાલી રહૃાું હતું. આજે રાત્રે પણ ત્રણ જેટલી ગાયોને કાપવામાં આવી છે. ગામલોકોની જાગકતાને કારણે કસાઈઓ રિક્ષા મૂકીને ભાગી ગયા છે.”
ધારાસભ્યે વધુમાં ઉમેર્યું હતું કે, “મેં જિલ્લા પોલીસ વડા સાથે પણ આ બાબતે ગંભીર ચર્ચા કરી છે. પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શ કરી દૃેવામાં આવ્યો છે. જે કોઈ પણ ગુનેગારો આ કૃત્યમાં સંડોવાયેલા છે, તેઓને જેમ બને તેમ ઝડપથી પકડી પાડવામાં આવશે અને તેમને કડકમાં કડક સજા થાય તેવા પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવશે.”
ઘટનાસ્થળે હાજર કડીના રહેવાસી અને પ્રત્યક્ષદૃર્શી ગોસ્વામી પાર્થગીરી એ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અમે રાત્રે જાગતા હતા ત્યારે જોયું કે ગાયો કપાતી હતી. ગાયોના પગ કાપેલા હતા. અમે નજીક ગયા એટલે આરોપીઓ રિક્ષા મૂકીને ભાગી ગયા. અંદૃાજે ૧૫થી ૨૦ જેટલી ગાયો અહીં કપાયેલી હોવાની શક્યતા છે. અમારી એક જ માંગણી છે કે આરોપીઓને જલ્દૃીથી જલ્દૃી હાજર કરવામાં આવે. જો પોલીસ દ્વારા સત્વરે આરોપીઓને પકડવામાં નહીં આવે, તો અમે ઉગ્ર આંદૃોલન કરીશું અને રેલી કાઢીશું.”
અલદૃેસણ ગામના વતની ઠાકોર દૃાનસંગજી જુહાજીએ વિગતો આપતા કહૃાું હતું કે, “અલદૃેસણ-જાસલપુર રોડ પર નૂરબાના ફાર્મની આજુબાજુ છેલ્લા અઠવાડિયાથી આ પ્રવૃત્તિ ચાલતી હતી. અગાઉ પણ અમને ૪-૫ ગાયોના કપાયેલા અવશેષો મળ્યા હતા. આજે અમે વોચમાં હતા ત્યારે બે-ત્રણ ગાયોને કસાઈઓ કાપતા હતા અને અમે પહોંચી ગયા એટલે તેઓ ભાગી ગયા. પોલીસે એક રિક્ષા કબજે કરી છે.”