
મહાકાળી માતાજીના રથયાત્રાની ઝાંખીમાં ઝિલાયું શ્રદ્ધા, પરંપરા અને ભક્તિભાવ નગરભરમાં જયકારના નાદથી ગુંજી ઉઠ્યું વતન.
શ્રી મહાકાળી માતાજી મંદિર ખાતે ત્રણ દિવસ સુધી ચાલેલા સોળમા પાટોત્સવ 2025નું ભવ્ય સમાપન ભાવભીની શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદ સાથે થયું. સમગ્ર શહેરમાં ભક્તિની ગંગા વહેતી હોય એવો માહોલ સર્જાયો. સ્થાનિકો સાથે બહારગામથી આવેલા શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં જોડાતા ઝાલોદે આધ્યાત્મિક ઉત્સવનો અનોખો નજારો માણ્યો હતો.
શોભાયાત્રા આખા કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ તા. 27/11 ગુરૂવારની સવાર ઝાલોદ માટે ઐતિહાસિક બની રહી. સવારના 6:15 વાગ્યે માતાજીની સુશોભિત રથયાત્રા મંદિરમાંથી વિધિવત પ્રસ્થાન કરી. ફૂલો, વસ્ત્રાભૂષણ અને દીપમાલા થી મહાકાળી માતાજીનો રથ દાહોદના પરંપરાગત રાજસી શણગાર સાથે અત્રેનું કેન્દ્ર બન્યો.
યાત્રાના પ્રગતિ સાથે ઢોલ-તાશા-નગારા, શંખધ્વનિ અને નાગારા વાદનના નાદથી હર્ષોત્સાહ વધતો રહ્યો. દેશભક્તિ તથા ગરબા અને ભજન સાથે આધ્યાત્મિક ભાવ જગાડ્યો. આ શોભાયાત્રામાં મહિલાઓ ખૂબ મોટો પ્રમાણમાં જોવા મળેલ હતી જે સામાજીક એકતાનો સંદેશ આપતા જોવા મળેલ હતી. નાના બાળકો પરંપરાગત વેશભૂષામાં ગરબા પગલાં સાથેની દહાડ પૂર્ણતા કરતા દેખાયા.
શોભાયાત્રા બજાર ચૌક, મુખ્ય માર્ગ, કસ્બા વિસ્તાર માંથી પસાર થઈ. રસ્તાઓ પર ભક્તો ઊભા રહી ફૂલવર્ષા, આરતી અને પાદૂકા સ્પર્શ પામતાં આનંદથી ઝળહળતા જોવા મળ્યા અનેક સ્થળોએ સેવા મંડળો દ્વારા ઠંડા પીણાં, છાસ, પાણી અને ફૂલમાળા અર્પણ સાથે સ્વાગત કરવામાં આવ્યું. સમગ્ર માર્ગ પર ભક્તોની ઉમટી પડતી ભીડે “જય મહાકાળી માં” ના નાદને ગગનચુંબી બનાવી દીધો. પાટોત્સવના બાકી કાર્યક્રમો પણ યથાર્થ અને સફળ કંલશ સ્થાપના 25/11 સવારેથી પવિત્ર વિધિથી શરૂઆત
ભજન-સત્સંગ રાત્રે ભક્તિગીતોની મધુરતા હૃદય સુધી અસરકારક,નવચંડી યજ્ઞ વૈદિક મંત્રોચ્ચારથી શક્તિ અને શાંતિનું તત્વ સર્જાયું. સાંસ્કૃતિક કાર્યક્રમ પરંપરા અને કલા સંગમથી ભક્તો મંત્રમુગ્ધ, યજ્ઞ પૂર્ણાહુતિ મહાઆરતી ગર્ભગૃહમાં દિવ્ય પ્રકાશ, અધ્યાત્મનો પરમ સ્પર્શ, મહાપ્રસાદ/ભંડારો બપોરે 1 થી રાત સુધી ભક્તમંડળને સેવા, મેળાવડો માત્ર ધાર્મિક નહીં ભાવ, પરંપરા, આધ્યાત્મિકતા અને એકતાનો ઉત્સવ સમગ્ર પાટોત્સવ દરમિયાન મંદિર પરિસર ફૂલો, પ્રકાશ અને ભક્તિના રંગોથી ઝાકઝમાળ બન્યું. હજારો લોકોના સહભાગ અને સેવા ભાવથી આ પાટોત્સવ સર્વોપરી યાદગાર બની રહ્યો. સેવા સમિતિ, યુવાનો, મહિલામંડળ અને ગામજનોના સમન્વયથી આ ભક્તિ મહોત્સવનું સફળ આયોજન થયું.