ઝાલોદ તાલુકાના વેલપુરા, ધાવડીયા, ખેડા , બંબેલા, મહુડી છાસીયા, મઘાનીસર સહિતના ગામોમાં રિસર્ફેસિંગ રસ્તાઓનું ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાયું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને વધુ મજબૂત અને સુવિધાયુક્ત બનાવવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે. તેમનો વિકસિત ગુજરાતનું નિર્માણ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ’વિકસિત ભારતના’ સંકલ્પને સાકાર કરવાનો છે. માર્ગો મહત્વને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રીએ સમગ્ર ગુજરાતને સલામત અને સુવિધા સભર માર્ગોની કનેક્ટિવિટી દ્વારા છેવાડાના વિસ્તારો સુધી મજબૂત રોડ નેટવર્ક પૂરૂં પાડવાના માર્ગ અને મકાન વિભાગને દિશાનિર્દેશો આપ્યા છે. જે અંતર્ગત દાહોદ જીલ્લામાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા આંતરિયાળ તથા ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોના દુરસ્તીકરણ અને રિસરફેસિંગની કામગીરી ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી રહી છે. માર્ગ અને મકાન પંચાયત વિભાગ દાહોદ દ્વારા ઝાલોદ તાલુકાના 10.33 કરોડના 36 જેટલા મંજૂર થયેલા રિસર્ફેસિંગ રસ્તાઓનું ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ નવા માર્ગોના નિર્માણથી ગામો વચ્ચેના અવરજવરમાં સરળતા રહેશે ,સમયની બચત થશે આવાગમન સુવિધાઓમાં વધારો થશે. લાંબા સમયથી મુસાફરી માટે જરૂરી બનેલા આ માર્ગના નવીનીકરણથી સ્થાનિક લોકોના રોજીદા પરિવહન સરળતા થશે. વિદ્યાર્થીઓ ,વેપારીઓ , કર્મચારીઓ અને ખેડૂતોને અંતરિયાળ વિસ્તારોમાંથી મુસાફરીમાં સુગમતા પ્રાપ્ત થવા સાથે આવાગમનમાં સુરક્ષા અને ઝડપ બંન્ને વધશે.