જય ભારત જય બંધારણ 26 નવેમ્બર 1949 નારોજ બંધારણ અપનાવવાના દિવસે બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરને હૃદય પૂર્વક કોટી કોટી વંદન. 76 માં બંધારણ દિવસ દાહોદ જીલ્લા ખાતે આન-બાન અને શાન સાથે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, જીલ્લા પંચાયતના પ્રમુખ પર્વતભાઈ ડામોર, દાહોદ જીલ્લા ભાજપા અધ્યક્ષ સ્નેહલભાઈ ધરીયા, મહામંત્રી નરેન્દ્ર સોની, અનુસૂચિત જાતિ મોરચા અધ્યક્ષ દેવચંદભાઈ પરમાર, મહામંત્રી વિજય પીઠાયા અને નાનાભાઈ વણકર, મધ્ય ગુજરાત અનુસૂચિત જાતિ કેળવણી મંડળના મંત્રી કિરણસિંહ ચાવડા, દાહોદ જીલ્લા અનુ. જાતિ કેળવણી મંડળના પ્રમુખ ગોપાલભાઈ ધાનકા, દાહોદ નગરપાલિકાના કાઉન્સિલરો તથા પૂર્વ પ્રમુખો તાલુકા, જીલ્લા પંચાયતના સભ્યો ,ભાજપા પાર્ટીના સન્માન્ય હોદ્દેદારો, વડીલો, આગેવાનો, માતાઓની ઉપસ્થિતિમાં બંધારણ સ્વીકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ઉપસ્થિત તમામ મહાનુભાવોએ માલ્યાર્પણ કરી હતી. ત્યારબાદ સંવિધાન યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં સંવિધાનને પોતાના શિરે ચડાવી મહાનુભવોએ યાત્રામાં જોડાયા હતા. આ યાત્રામાં સૌ નાગરિકો રાજકીય આગેવાનો વિગેરે મહાનુભાવો શ્રી જી.પી. ધાનકા, માધ્યમિક શાળા સુધી યાત્રા પહોંચી. ત્યાં સૌ એકત્ર થઈ બાબાસાહેબ વિશે અને બંધારણ વિશે સમજ મેળવી હતી.
આ પ્રસંગે ડાંગરિયા સરપંચ, લીલવા ઠાકોરના ડેપ્યુટી સરપંચ મુકેશભાઈ ખાગુડા, દાહોદ નગર પાલિકાના કાઉન્સિલરો વિગેરે મહાનુભવો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા.