લીમખેડાના પાણિયા ગામે કોરીડોરનું કામ પૂર્ણ પણ રસ્તો બાકી

પાણિયા ગામેં કોરિડોર રોડના બાંધકામલ દરમ્યાન એક કાચો માલ અને કોરી તેમજ પથ્થરની ફેક્ટરી બનાવી હતી. જેથી આ રોડઉપર ભારી વાહનોની હેરા ફેરી થતા રોડ તૂટી ગયેલ અત્યારે રોડનું કામ પૂર્ણ થવા આવ્યું, પણ કંપનીના ભારી વાહનો દ્વારા જે ડામર રોડ તૂટી ગયેલો છે તે બનાવી આપવાની બાહેધરી આપી હતી. જે અત્યાર સુધી બન્યો નથી. કંપનીનો તમામ સામાન ખાલી કરી દીધો દિવાળી પર રસ્તો બનાવવાનો વાયદો કર્યો હતો, પણ અત્યાર સુધી રસ્તાનું કામ થયેલ નથી. ગામ લોકોએ અનેકવાર રજૂઆત પણ કરેલ છે તો ક્યારે બનશે. આ રસ્તો અને આ ખાડાના લીધે અકસ્માત પણ થયેલ અને આ તૂટેલા રોડ બાબતે કંપનીના કર્મચારી સ્થાનિક આગેવાન અને પોલીસની હાજરીમાં રોડ બનાવવાની ખાતરી આપી, છતાં આજ સુધી બન્યો નથી.