ગોધરા પટેલ પેટ્રોલ પંપ પાસે પટેલ શો મીલમાં આરોપીને પકડવા ગયેલ પોલીસ કર્મીને બચકુ ભરી તેમજ ઝપાઝપી કરી સરકારી કામગીરીમાં રૂકાવટ કરી

ગોધરા શહેર પટેલ પેટ્રોલ પંપની પાસે રબ્બાની મસ્જીદની પાસે આવેલ પટેલ શો મીલના સંગાડામાં બી ડીવીઝન પોલીસ આરોપી વિરૂદ્ધ અગાઉ દાખલ થયેલ ગુનામાં પકડવા માટે ગયેલ હોય ત્યારે આરોપીએ ગાળો આપી પોલીસ કર્મીને હાથમાં બચકું ભરી ઝપાઝપી કરી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.

ગોધરા બી ડીવીઝન પોલીસ પટેલ પેટ્રોલ પંપની પાસે રબ્બાની મસ્જીદની પાસે આવેલ પટેલ શો મીલના સંગાડામાં આરોપી ઈરફાન ફિરોજ શેખ ઉર્ફે લપ્પનીયા વિ‚દ્ધ અગાઉ નોંધાયેલ ગુનામાં આરોપીને પકડવા માટે ગયા હતા. ત્યારે પોલીસ કર્મી નરેશકુમારને ગાળો આપી હતી અને જમણા હાથમાં બચકું ભરી દઈ ઝપાઝપી કરી પોલીસ કર્મીને ઈજાઓ પહોંેચાડી ગુનો કરેલહ ોય આ બાબતે આરોપી વિ‚દ્ધ બી ડીવીઝન્ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.