દારૂના કંકાશમાં રાજકોટમાં સગા બાપે પાંચ વર્ષના દીકરાને પતાવી દીધો

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક પાંચ વર્ષીય બાળકનો શંકાસ્પદૃ હાલતમાં મૃતદૃેહ મળી આવતા તેની હત્યાના આરોપ તેના સગા બાપ પર લાગી રહૃાા છે. સમગ્ર મામલે મૃતક બાળકની મા આરોપ લગાવી રહી છે કે, ’આ મૃતક બાળકનો બાપ એટલે કે મારો પતિ દૃરરોજ દૃા‚ પીને આવી અમને હેરાન કરતો હતો અને તેણે જ મારા દૃીકરાને મોતને ઘાટ ઉતારી દૃીધો છે.’ જ્યારે ચોંકાવનારી વાત તો એ છે કે, જેના પર પોતાના દૃીકરાની હત્યાના આરોપ લાગ્યા છે, તે નરાધમ યુવકની જનેતા મા પોતે પણ તેના દૃીકરાથી ત્રસ્ત હોવાના આરોપ લગાવી પોતાની પુત્રવધૂના સૂરમાં સૂર પુરાવી રહી છે.

સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો, રાજકોટ જિલ્લાના ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પારેવાળા ગામ ખાતે પાંચ વર્ષીય માસૂમ ઉમેશ વાળાનું શંકાસ્પદૃ હાલતમાં મૃત્યુ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે મૃતક ઉમેશની માતા સહિતના પરિવારજનો દ્વારા ઉમેશની હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ પુત્ર સાથે જે કંઈ પણ ઘટના બની છે તેના માટે તેના પિતા વિજય વાળા જવાબદૃાર હોવાનો આક્ષેપ કરવામાં આવી રહૃાો છે.

મળતી વિગત અનુસાર, આરોપી વિજય વાળા દૃા‚ પીને અવારનવાર પત્ની સહિતના પરિવારજનો સાથે મારકૂટ કરતો હતો. તેમજ બે દિૃવસ પૂર્વે તેણે પોતાના દૃીકરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી હાલ દૃીકરાનો શંકાસ્પદૃ હાલતમાં મૃતદૃેહ મળી આવતા તેની હત્યા થઈ હોવાની શંકા સેવાઈ રહી છે અને હત્યારો પણ અન્ય કોઈ નહીં પણ તેનો સગો બાપ હોય તેવા આરોપો ઉઠી રહૃાા છે.

સમગ્ર મામલે મૃતક પાંચ વર્ષના દૃીકરા ઉમેશની માતાએ જણાવ્યું કે, ’૬-૭ વર્ષ પહેલા તેના લગ્ન વિજય વાળા સાથે થયા હતા અને તેને સંતાને ૨ પુત્રો હતા એક મોતને ભેટનાર ૫ વર્ષીય ઉમેશ અને બીજો દૃીકરો તેનાથી નાની ઉંમરનો છે. શ‚આતમાં બધું બરોબર ચાલતું હતું, પરંતુ બાદૃમાં મારો પતિ વિજય વાળા દૃા‚ની લતને કારણે વિફર્યો, તે દૃરરોજ દૃા‚ પીને ઘરે આવતો અને બાળકો તથા મને ખૂબ હેરાન કરતો, તેણે બે દિૃવસ અગાઉ દૃીકરાને મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેથી મારા દૃીકરાને તેના બાપે જ મારી નાખ્યો છે.’

જ્યારે આ બનાવ બાદૃ, જેના પર પોતાના દૃીકરાની હત્યાના આરોપ લાગી રહૃાા છે એ વિજય વાળાની જનેતા મા પોતે પણ તેના દૃીકરા પર ગંભીર આક્ષેપો કરી રહી છે. આ મામલે આરોપીની માએ જણાવ્યું કે, ’મારા દૃીકરાને મેં પહેલાથી જ બધું આપ્યું, તેણે જ્યાં કીધું ત્યાં મેં પરણાવી દૃીધો, છતાં પણ તે મને તથા તેની પત્ની તથા બાળકોને પહેલાથી જ હેરાન કરતો આવ્યો છે, આ કિસ્સામાં મારી પુત્રવધૂનો કોઈ જ વાંક નથી. વધુમાં આરોપીની માએ જણાવ્યું કે, ’તે મને પણ અવારનવાર મારતો હતો, મારો ઘર સામાન લઈ જતો હતો, આટલું જ નહીં તે મારા ચાંદૃીના દૃાગીના પણ લઈ ગયો છે અને વાત આટલેથી ન અટકતા તેણે મને પણ જાનથી મારી નાખવાની ધમકી આપેલી છે. ત્યારે સમગ્ર બાબતે અમારા સગા સંબંધીઓ પણ કંટાળી ગયા છે, જેથી આ બાબતે મને ન્યાય મળવો જોઈએ. આમ, હાલ સમગ્ર બનાવ સંદૃર્ભે ભાડલા પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદૃનો નોંધવાની ફરિયાદૃ નોંધવા પ્રક્રિયા હાથ ધરી છે. સાથે જ ભાડલા પોલીસે મૃતક ઉમેશની લાશનો કબજો મેળવી તેને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખાતે ખસેડી છે. જ્યાં ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યા બાદૃ બાળકનું કયા કારણોસર મૃત્યુ થયું છે? તે અંગે સ્પષ્ટ કારણ સામે આવી શકે તેમ છે. ત્યારે હાલ તો સમગ્ર મામલો ચર્ચાનો વિષય બનતા ભાડલા પંથકમાં ચકચાર મચી છે.