
સોરઠમાં છેલ્લા કેટલાક સમયથી ઓછા વજનનું સોનું આપીને સોની વેપારીઓ સાથે લાખોની ઠગાઈ કરતી બિહારની બંટી-બબલી ગેંગ આખરે વડોદૃરાથી ઝડપી લેવામાં આવી છે. ચારેક દિૃવસ પહેલા જૂનાગઢ અને કેશોદૃના વેપારીઓએ આ અંગે એસપીને કરેલી રજૂઆત બાદૃ ગુનો નોંધીને એલસીબીએ બંનેને ઝડપી લઈને વધુ તપાસ શ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં બંનેએ અત્યાર સુધીમાં દૃેશના ૧૫ રાજ્યના ૫૬ શહેરોમાં ૯૦૦ ગ્રામ (૯૦ તોલા) જેટલું સોનું મેળવી વેપારીઓ સાથે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે.
દિૃવસેને દિૃવસે સોનાના ભાવ આસમાને જઈ રહૃાા છે તો બીજી તરફ ગઠિયાઓ સોની બજારમાં સક્રિય થયા છે. જૂનાગઢ જિલ્લામાં સોનાના વેપારીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢ શહેર અને કેશોદૃના બે સોની વેપારીઓને મહિલા અને પુરુષ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. થોડા દિૃવસ પહેલા જૂનાગઢ જિલ્લાના કેશોદૃ ખાતે આવેલી એક સોનીની દૃુકાનમાં ગયા હતા અને ત્યાં આ કપલે ચાલાકીપૂર્વક વેપારી પાસેથી ૨,૬૨,૦૦૦ની િંકમતના બે સોનાના ચેઈન અને ઉપરથી ૨૨,૦૦૦ રોકડા મેળવી લીધા હતા. કુલ . ૨,૮૫,૦૦૦નો ચૂનો લગાડી તેઓ પલાયન થઈ ગયા હતા. વેપારીને શંકા જતાં તેમણે હારની તપાસ કરી તો તે નકલી માલૂમ પડ્યો હતો. આરોપીઓએ આપેલા મોબાઈલ નંબર સ્વીચ ઓફ આવતા વેપારીએ તુરંત પોલીસનો સંપર્ક કર્યો. સીસીટીવી ફૂટેજમાં આ કપલ કેદૃ થઈ ગયું હતું, જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
બીજી ઘટના જૂનાગઢ શહેરના સોની બજારમાં બની. જ્યાં ન્યૂ ગીરીરાજ જ્વેલર્સ નામની દૃુકાનમાં આ જ બંને પુરુષ અને મહિલા ગયા હતા અને ત્યાં પણ આ જ રીતની મોડસ ઓપરેન્ડી વાપરી જૂનું સોનું એક્સચેન્જ કરવાના નામે પોતાની સાથે લાવેલ સોનાની હાંસડી વહેંચીને ફરિયાદૃી જમનભાઈ પાલાની દૃુકાનેથી સોનાના ચેઇન તથા િંવટીની ખરીદૃી કરવાનું જણાવી, ફરિયાદૃીને . ૩,૧૦,૦૦૦ માં હાંસડી વેચી. ફરિયાદૃીની દૃુકાનેથી ચેઇનનો ૨૨ કેરેટનો વજન ૧૫.૬૯૦ મિલી ગ્રામ તથા સોનાની િંવટી ૧૮ કેરેટની જેનું વજન ૨.૫૩૦ મિલી ગ્રામ જેની કુલ િંક.. ૨,૬૬,૧૫૨ માં ખરીદૃી કરી તથા હાંસડી વહેંચેલ તેના બાકી નીકળતા . ૪૪,૦૦૦ રોકડા મળી કુલ િંક.. ૩,૧૦,૦૦૦ની છેતરિંપડી કરાઈ હતી. જેની પણ પોલીસ ફરિયાદૃ જૂનાગઢ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જેને લઈને પોલીસે આરોપીઓની શોધખોળ શ કરી હતી.જૂનાગઢ શહેર અને જિલ્લામાં સોની વેપારીને ટાર્ગેટ કરતી આ ગેંગની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભોગ બનનારાઓની પૂછપરછ અને નિવેદૃનો લઈને આગળની કાર્યવાહી શ કરી. જેમાંથી આરોપીઓના નંબર મળ્યા હતા અને પ્રથમ દૃુકાનમાં પ્રવેશ કર્યો હોય તે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. ટેકનિકલ અને સર્વેલન્સ સોર્સના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમને માહિતી મળી કે, આ બંને મહિલા અને પુરુષ વડોદૃરા તરફ જઈ રહૃાા છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમને વડોદૃરા તરફ રવાના કરી અને ત્યાંથી આ બંટી-બબલી મળી આવ્યા હતા. જેઓ બંને બિહારના રહેવાસી ધર્મેન્દ્ર શાહુ ઉ.૪૮ અને કિરણદૃેવી સંજયભાઈ યાદૃવ ઉ.૪૧ ની ધરપકડ કરીને કેશોદૃ પોલીસને સોંપવામાં આવ્યા છે. આ બંને શખ્સોએ જૂનાગઢ, કેશોદૃ, જેતપુર સહિતના અનેક શહેરોમાં આવી રીતે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા બંટી-બબલીની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. છેલ્લા બે વર્ષથી તેમના દ્વારા આ છેતરિંપડી શ કરવામાં આવી હતી અને દૃેશના ૧૫ રાજ્યોના ૫૬ શહેરમાં સોની વેપારીઓ સાથે ૯૦૦ ગ્રામ સોનાની છેતરિંપડી આચર્યાની કબુલાત કરી છે.